રાંતેજમાં મૃત ઢોર ન ઉપાડતા દલિતોનું રાશન-પાણી શ્રવણોએ બંધ કરી દીધું

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાંતેજમાં મૃત ઢોર ન ઉપાડતા દલિતોનું રાશન-પાણી શ્રવણોએ બંધ કરી દીધું
બહુચરાજીઃબહુચરાજી તાલુકાના રાતેજ ગામમાં અાભડછેડ અને દલિતો પર અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાંતેજ ગામમાં કેટલાક શ્રવણો દલિતો પર છેલ્લા ઘણા સમયથી અત્યાચાર કરી રહ્યા છે ત્યારે ગઇકાલે તો અત્યાચારની હદ થઇ ગઇ હતી. જેમાં ગામમાં મૃત ઢોર ઉપાડવાની દલિતોએ ના પાડી દેતા તેમનું અનાજ -પાણી બંધ કરી દેવાયાના આક્ષેપ દલિત પરિવારે કર્યા છે. ગામલોકોએ તેમનો સંપુર્ણ બહિષ્કાર કરી દીધો હોવાનું પણ પીડિત દલિત પરિવારે જણાવ્યું હતું.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
બહુચરાજીઃબહુચરાજી તાલુકાના રાતેજ ગામમાં અાભડછેડ અને દલિતો પર અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાંતેજ ગામમાં કેટલાક શ્રવણો દલિતો પર છેલ્લા ઘણા સમયથી અત્યાચાર કરી રહ્યા છે ત્યારે ગઇકાલે તો અત્યાચારની હદ થઇ ગઇ હતી. જેમાં ગામમાં મૃત ઢોર ઉપાડવાની દલિતોએ ના પાડી દેતા તેમનું અનાજ -પાણી બંધ કરી દેવાયાના આક્ષેપ દલિત પરિવારે કર્યા છે. ગામલોકોએ તેમનો સંપુર્ણ બહિષ્કાર કરી દીધો હોવાનું પણ પીડિત દલિત પરિવારે જણાવ્યું હતું. dalit ratej1 ગત 8 ફેબ્રુઆરીના રોજ મહાકાળી માતાજીના મંદિરે પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સમસ્ત ગ્રામજનોના સહયોગથી જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જમણવારમાં દલિતો માટે જમણવારની અલગ જગ્યાનું આયોજન કરતા દલિત સમાજ નાખુશ થયો હતો અને અન્ય સમાજના લોકોને માતાજીનો પ્રસંગ હોવાથી જમણવાર ભેગો રાખવાની જીદ કરી હતી. આથી અન્ય સમાજના લોકોને દલિત સમાજની આ માંગણી યોગ્ય ના લાગતા તેમને તેમની આ માંગણીનો અસ્વીકાર કરી દીધો હતો. આથી આ પ્રસંગે દલિત સમાજ ભોજન સમારંભમાં ગેર હાજર રહ્યો હતો.
dalit ratej ત્યારબાદ દલિત સમાજના આવા વલણથી ગ્રામલોકોએ આ દલિત સમાજનો બહિષ્કાર કર્યો હતો. તો સામે દલિત સમાજે પણ મૃત ઢોર ઉપાડવાનો બહિષ્કાર કર્યો હતો. જેથી થોડા દિવસો બાદ 2 જગ્યાએ ગામમાં 2 ઢોર મૃત થતા દલિત સમાજને જાણ કરવા જતા દલિત સમાજે એવું જણાવ્યું હતું કે અમે આ કામ બંધ કરી દીધું છે. આમ આ સમગ્ર ઘાટ બાદ આજ રોજ દલિત સમાજના અમૃતભાઈ મણિલાલ રાઠોડે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં 8 વ્યક્તિ સામે ઓટ્રોસીટી દાખલ કરાવી છે તેમજ અમૃતભાઈએ ફરિયાદમાં નોંધાવ્યા મુજબ ગામના સવર્ણ સમાજના લોકો એક થઇને અમારા દલિત સમાજનો બહિષ્કાર કરી અમારી સાથે ગામમાં કોઈ પણ જાતનો આર્થિક કે સામાજિક વ્યવહાર નહિ કરવા તેમજ ગામમાં કોઈ એ અનાજ પાણી કે રાશન આપવી નહિ અને જે આપશે તેને 2100 રૂપિયાનો દંડ પણ નક્કી કરી અમારી સાથે તમામ પ્રકાર વ્યવહાર બંધ કરી દીધી હોવાની પણ રજૂઆત ફરિયાદ માં નોંધાવી છે. આમ બહુચરાજી પોલીસે ફરિયાદના આધારે વધુ તાપસ હાથ ધરી ગામ માં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પૂરતો પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
First published: February 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर