PM મોદી પરેશ રાવલના નિવેદને કોંગ્રેસ જેવી હિંમત બતાવી શકશે?: સૂરજેવાલા

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 8, 2017, 7:12 PM IST
PM મોદી પરેશ રાવલના નિવેદને કોંગ્રેસ જેવી હિંમત બતાવી શકશે?: સૂરજેવાલા

  • Share this:
અમદાવાદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પીસીસી ખાતે પત્રકાર પરિસદમાં મણિશંકર બાબતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના મણિશંકર દ્વારા PM મોદી પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન કરતાં પાર્ટીએ તેમને સપ્સેન્ડ કર્યા છે, પરંતુ ભાજપના સાંસદ પરેશ રાવલ દ્વારા પણ વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યા છે છતાં ભાજપ દ્વારા એક્સન લેવામાં નથી આવી. શું PM મોદી કોંગ્રેસ જેવી હિંમત બતાવી શકશે?

રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે તમે મુદ્દાઓ પર ગમે તેટલી આલોચના કરો, પણ રાજનીતિ પર શાલિનતા, મર્યાદા ક્યારેય ન તોડો.

સૂરજેવાલાએ વધુમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે જીએસપીસીમાં રૂ. 10651 કરોડના ગોટાળા કરવામાં આવ્યા છે અને ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર પૂર્ણ થયો છે, પરંતુ ભાજપ ગુજરાતના મુદ્દાઓ પર ચર્ચા નથી કરી રહી.
First published: December 8, 2017
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...