'કાળો નાગ' છે લાલૂ, વેવાઇને પણ ન છોડ્યાઃ પાસવાન

P
Updated: January 1, 1970, 5:30 AM IST
'કાળો નાગ' છે લાલૂ, વેવાઇને પણ ન છોડ્યાઃ પાસવાન
બિહાર#મોતિહારી# લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ પર નિશાન તાંટતા કહ્યું છે કે..

બિહાર#મોતિહારી# લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ પર નિશાન તાંટતા કહ્યું છે કે..

  • Share this:
બિહાર#મોતિહારી# લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ પર નિશાન તાંટતા કહ્યું છે કે, એવા કોઇ સગા બાકી નથી જેને લાલૂએ ઠગ્યા ન હોય. તેઓએ કહ્યું કે, લાલૂ જ્યારે 'વેવાઇ' (મુલાયમ સિંહ યાદવ)ને ઠગી શકે છે, તો અન્યની શું વાત છે. મોતિહારી જિલ્લાના અરેરાજમાં પાર્ટી સંમેલન દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે તેઓએ કહ્યું કે, બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારના ખોળામાં જઇ બેઠા છે લાલૂ. આજે ફરીથી બિહારમાં 'જગંલ રાજ' આવી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના દ્વારકાના યદુવંશી અને લાલૂની તુલના કાળા નાગ સાથે કરતા પાસવાને કહ્યું કે, આ વખતે દ્વારકાથી યદુવંશી આવશે અને કાળા નાગનું વધ કરીને બિહારને વિકાસના રસ્તે લઇ જવામાં આવશે. તેઓએ કાર્યકર્તાઓને એક થવાની અપીલ કરતા કહ્યું કે, જ્યાં પણ NDAના ઉમેદવાર હોય, તેમને જીતાડવામાં માટે પ્રસાસ કરતા રહેવું જોઇએ. રામવિલાસે નિતિશને અહંકારી ગણાવતા કહ્યું કે, દેશના પ્રધાનમંત્રી બિહાર આવે છે, તો બિહારના મુખ્યમંત્રી તેમને મળવા પણ જતા નથી. સૂર્યને અસબ્દો બોલવાથી ક્યારે તેમનો પ્રકાશ ઓછો થતો નથી. તેમને નીચે દેખાડનારનો અંત આવી જાય છે.
First published: September 6, 2015
વધુ વાંચો
अगली ख़बर