સુપ્રીમ કોર્ટની સલાહ: વાતચીતથી ઉકેલો રામ જન્મ ભૂમિ બાબરી મસ્જિદ વિવાદ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
સુપ્રીમ કોર્ટની સલાહ: વાતચીતથી ઉકેલો રામ જન્મ ભૂમિ બાબરી મસ્જિદ વિવાદ
રામ જન્મ ભૂમિ બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીની વાત કરી છે. ચીફ જસ્ટિશ જે એસ ખેહરે કહ્યું કે, જો બંને પક્ષો રાજી હોય તો તે કોર્ટ બહાર મધ્યસ્થી કરવા તૈયાર છે. ચીફ જસ્ટિશે કહ્યું કે, આ મામલો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલો છે અને એ યોગ્ય રહેશે કે બંને પક્ષો આંતરિક રીતે ઉકેલે એ યોગ્ય રહેશે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #રામ જન્મ ભૂમિ બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીની વાત કરી છે. ચીફ જસ્ટિશ જે એસ ખેહરે કહ્યું કે, જો બંને પક્ષો રાજી હોય તો તે કોર્ટ બહાર મધ્યસ્થી કરવા તૈયાર છે. ચીફ જસ્ટિશે કહ્યું કે, આ મામલો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલો છે અને એ યોગ્ય રહેશે કે બંને પક્ષો આંતરિક રીતે ઉકેલે એ યોગ્ય રહેશે. આ મામલે અરજીકર્તા સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટેમાં અયોધ્યા વિવાદ મામલે તત્કાલ સુનાવણીની માંગ કરી છે. જે મુદ્દે કોર્ટે કહ્યું કે, સર્વ સંમતિએ પહોંચવા માટે બધા પક્ષો સાથે બેસે એ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે સ્વામીને આ મામલે બધા સાથે ચર્ચા કર્યા બાદ આ મામલે શું નિર્ણય પર આવ્યા એ બાબતે 31મી માર્ચે જણાવવા કહ્યું છે. ઘણા ઓછા કિસ્સા હોય છે કે જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિશ કોઇ મધ્યસ્થીની વાત કરતા હોય, ચીફ જસ્ટિશ જે એસ ખેહરે કહ્યું કે, જો સંબંધિત પક્ષ એમની મધ્યસ્થી ઇચ્છે તો પણ તેઓ આ કામ માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બધા પક્ષોએ આ મુદ્દાને ઉકેલવા માટે નવા મધ્યસ્થીની કળશ ઢોળવો જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જરૂર પડ્યે કોર્ટ દ્વારા પણ મુખ્ય મધ્યસ્થીની પસંદગી કરવામાં આવી શકે છે. અહીં નોંધનિય છે કે, કોર્ટે એ આદેશ નથી આપ્યો પરંતુ પ્રસ્તાવ રાખ્યો છે. તો આ મામલે મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, મધ્યસ્થી પણ સુપ્રીમ કોર્ટ જ નક્કી કરશે.
First published: March 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर