Home /News /ahmedabad /

અમદાવાદ: ભાઈ-બહેનના પવિત્ર બંધનના રંગથી વિદેશીઓ પણ બાકાત નહીં, કરી ઉજવણી

અમદાવાદ: ભાઈ-બહેનના પવિત્ર બંધનના રંગથી વિદેશીઓ પણ બાકાત નહીં, કરી ઉજવણી

વિદેશીઓને આપણી આ સંસ્કૃતિ સાથે જોડવાની પહેલ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ કરી છે.

Raksha Bandhan 2022: ભાઈ અને બહેનના પવિત્ર બંધનનું પ્રતીક એવા રક્ષાબંધનના તહેવારની ઉજવણીથી વિદેશીઓ પણ બાકાત રહ્યા નથી

અમદાવાદ: ભાઈ અને બહેનના પવિત્ર બંધનનું પ્રતીક એવા રક્ષાબંધનના તહેવાર (raksha bandhan 2022)ની ઉજવણીથી વિદેશીઓ પણ બાકાત રહ્યા નથી. વિદેશીઓને આપણી આ સંસ્કૃતિ સાથે જોડવાની પહેલ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ કરી છે. GTUમાં અભ્યાસ કરતાં નામ્બિયા, મોઝામ્બિક, અફઘાનિસ્તાન, સોમાલિયા, સાઉથ સૂડાન જેવા 30 દેશના વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહથી આ પર્વમાં જોડાયા હતા, જ્યારે GTUના કેટલાક કર્મચારીઓએ વૃક્ષોને રાખડી બાંધી પર્યાવરણના જતનના સંકલ્પ લીધા હતા.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાંની પીજી સ્કૂલમાં અભ્યાસ માટે 30 દેશના કુલ 35 વિદ્યાર્થીઓ ભણે છે. આ તમામ તેમની અગલ–અલગ સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતા પ્રમાણેના તહેવારની ઉજવણી કરતાં હોય છે. આ વિધાર્થીઓ આપણી સંસ્કૃતિથી અવગત થાય અને આપણા દરેક તહેવારોમાં સહભાગી થાય એ માટે GTUએ અનોખી પહેલ કરી છે.


ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ રીલેશન દ્વારા આ પહેલ કરવામાં આવી છે. જેમાંથી 35 વિદ્યાર્થીઓ કુલપતિ સહિત અન્ય સ્ટાફના ઘરે જઈને રક્ષાબંધનની હર્ષોલ્લાસથી ઉજવણી કરી.  નામ્બિયા, મોઝામ્બિક, અફઘાનિસ્તાન, સોમાલિયા, સાઉથ સૂડાન જેવા 30 દેશના 35 વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહથી આ પર્વમાં જોડાયા હતા.

આ પણ વાંચો: સુરત: પરિવાર બહાર જતાં જ ચોરો ત્રાટક્યાં, CCTV ફૂટેજના આધારે દબોચી લેવાયા

આ અંગે GTUના વાઇસ ચાન્સેલર પ્રો. નવીન શેઠે જણાવ્યું કે, સૌથી વધુ ટેક્નિકલ કોર્સમાં અભ્યાસ અર્થે વિદેશી વિદ્યાર્થીઓ જીટીયુમાં પ્રવેશ મેળવે છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાથી આ વિદ્યાર્થીઓ અવગત થાય તે અર્થે, જીટીયુ દ્વારા આ ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ રીલેશનના મહિલા સ્ટાફ દ્વારા જીટીયુ હોસ્ટેલ ખાતે રહેતાં વિદેશી ભાઈઓને પણ રાખડી બાંધીને પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. મહત્વનું છે કે, રક્ષાબંધનની આ ઉજવણી સાથે-સાથે જીટીયુ સંચાલિત ગ્રજ્યુએટ સ્કુલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના કેટલાક કર્મચારીઓ દ્વારા દત્તક લેવામાં આવેલા વૃક્ષોને રાખડી બાંધી હતી.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Latest News, Raksha Bandhan 2022

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन