Home /News /ahmedabad /

રક્ષાબંધન પર કોંગ્રેસ પ્રમુખે મહિલાઓને આપ્યું વચન, મહિલાઓ માટે કરશે આ કામ

રક્ષાબંધન પર કોંગ્રેસ પ્રમુખે મહિલાઓને આપ્યું વચન, મહિલાઓ માટે કરશે આ કામ

રક્ષાબંધન પર કોંગ્રેસ પ્રમુખે મહિલાઓને આપ્યું વંચન

Raksha Bandhan 2022: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પોતાના નિવાસસ્થાને બહેનના હાથે રાખડી બાંધાવી પર્વના ઉજવણી કરી છે.

અમદાવાદ: દેશભરમાં રક્ષાબંધન તહેવારની ઉજવણી થઇ રહી છે. બહેન પોતાના ભાઇને રાખડી બાંધી આ પર્વની ઉજવણી કરી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પોતાના નિવાસસ્થાને બહેનના હાથે રાખડી બાંધાવી પર્વના ઉજવણી કરી છે. તેમજ રક્ષાબંધન તહેવાર નિમિત્તે મહિલાઓને રક્ષણ માટે વંચન આપ્યું હતું. તેમજ 2022માં કોંગ્રેસની સરકાર બનતા મહિલાઓને ન્યાય અપાવવાનું વંચન આપ્યું હતું.


કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે રક્ષાબંધન નિમિત્તે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તમામ બહેનોને રક્ષાબંધન નિમિત્તે વિશ્વાસ અને વંચન અપાવું છું કે જેમણે પોતાના ભાઇ, દિકરા અને પતિ લઠ્ઠાકાંડમાં ગુમાવ્યા છે તેમને ન્યાય અપાવીશ. આશા વર્કર તરીકે આંગણવાડી કામ કરતી બહેનો, પોલીસમાં ફરજ બજાવતી બહેનો કે સરકારી નોકરીમાં બહેનોનું થતું શોષણ બંધ કરાવીશ. કોન્ટ્રાક્ટ પર કામ કરતી બહેનનો હક્કનું રક્ષણ કરવાનું પણ વંચન અને વિશ્વાસ અપાવું છું. ડ્રગ્સના નશાના કારણે પોતાના દિકારા અને પોતાના ભાઇને રિબાતા જોતી મારી બહેન ન્યાય અપાવીશ. બળાત્કાર અને જાતીય શોષણનો ભોગ બનેલી બહેનનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવી ન્યાય અપાવીશ. તમારી રાખડીએ બંધન નહીં પણ મારુ પ્રણ છે.

આ પણ વાંચો: ગીર સોમનાથના દરિયામાં ભારે કરન્ટ, 8 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં, 50 kmની ઝડપે ફૂંકાઇ રહ્યો છે પવન

2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષે મહિલાઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે મહિલા કાર્ડ રમવાનો પ્રયાસ કર્યો છે. મહિલાઓના મુદ્દાઓ સામે મૂકી મહિલા મતદારો પોતાની તરફ લાવવા પ્રયાસ કરાયો છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Congress Gujarat, Gujarat News, Latest News, Raksha Bandhan 2022

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन