Home /News /ahmedabad /

Ahmedabad crime: અમદાવાદમાં પોલીસને લાશ પાસે એક ફોન મળ્યો, રિંગ વાગીને ચાલાકીથી હત્યારો ઝડપાયો

Ahmedabad crime: અમદાવાદમાં પોલીસને લાશ પાસે એક ફોન મળ્યો, રિંગ વાગીને ચાલાકીથી હત્યારો ઝડપાયો

મૃતક અને આરોપીની તસવીર

Ahmedabad crime news: પારિવારિક ઝઘડામાં ચાર લોકોએ ભેગા મળી યુવકની હત્યા (boy murder) કરતાં રખિયાલ પોલીસે ગુનો નોંધી એક આરોપી ની કરી ધરપકડ ફરાર આરોપી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ: અમદાવાદ શહેરના (Ahmedabad crime) પૂર્વ વિસ્તારમાં હત્યાનો (Murder case) સિલ સિલો યથાવત જોવા મળી રહ્યો છે. રખિયાલ વિસ્તારમાં (Rakhiyal) મોડી સાંજે તીક્ષ્ણ  હથિયારના ઘા ઝીકી યુવકને મોતને (boy murder case) ઘાટ ઉતાર્યો છે. પારિવારિક ઝઘડામાં ચાર લોકોએ ભેગા મળી યુવક ની હત્યા કરતાં રખિયાલ પોલીસે ગુનો નોંધી એક આરોપી ની કરી ધરપકડ ફરાર આરોપી તપાસ હાથ ધરી છે..

રખિયાલ પોલીસની કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ વિષ્ણુ પ્રજાપતિ છે. આરોપી શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે...વસ્ત્રાલ રીંગ રોડ પર ઈડલી અને પકોડી ની લારી ચલાવે છે. આમ તો આરોપી અને મૃતક આનંદ પ્રજાપતિ  એક સમાજ ના અને એક જ ગામ ના રહેવાસી છે. પારિવારિક ઝગડામાં આરોપી વિષ્ણુ અને તેના પારિવારિક ભાઈઓ એ ભેગા મળીને આનંદ ની હત્યા ને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ-Ahmedabad crime: અમદાવાદમાં પોલીસને લાશ પાસે એક ફોન મળ્યો, રિંગ વાગીને ચાલાકીથી હત્યારો ઝડપાયો

હત્યા અંગે ની જાણ રખિયાલ પોલીસ ને થતાં પોલીસ ઘટના સ્થળ પહોંચી તપાસ કરતા  સ્થળ પરથી  એક મોબાઈલ મળી આવ્યો હતો અને તે મોબાઈલ માં રીંગ વાગી રહી હતી. પોલીસે મોબાઈલ પર વાત કરતા યુવકે પોલીસને જણાવ્યું કે હું વસ્ત્રાલ વિસ્તારમાં રહું છું અને મારો મોબાઈલ ત્યાં પડી ગયો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદ: પત્ની અને માતાના દરરોજના ઝઘડાથી ત્રાસીને પતિ પીજીમાં રહેવા ચાલ્યો ગયો! મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો

પોલીસે ચાલાકી વાપરીને મોબાઈલ પર વાત યુવકને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. યુવક પોલીસ સ્ટેશન મોબાઈલ લેવા આવે તે પહેલા તો પોલીસને જાણ થઈ ગઈ કે આ મોબાઈલ અન્ય કોઈ નો નહીં પરંતુ આનંદની હત્યા કરનાર આરોપી વિષ્ણુનો છે.. અને આરોપીને પોલીસ સ્ટેશન આવતા ની સાથે ઝડપી પાડી હત્યાનો ભેદ ઉતરી નાખ્યો હતો.

પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે ઝગડામાં સામે પક્ષ ને કાયદાકીય લડત આપતાં હતા અને તેને જ લઈને આરોપીઓ એ યુવક ની હત્યા કરી નાખી. જોકે હાલ તો પોલીસે આરોપી વિષ્ણુ ની ધરપકડ કરી વોન્ટેડ આરોપી રાહુલ , રાકેશ અને ક્રિષ્ના ની ધરપકડ માટે ની તજવીજ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Crime news, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन