અમદાવાદઃ રાજ્યસભા ચૂંટણીમાં (Rajyasabha election) કોંગ્રેસ પક્ષમાંથી 8 ધારાસભ્યોએ (MLA) રાજીનામા ધરી દેતા પેટા ચૂંટણી માટે પડઘમ વાગી રહ્યા છે. આગામી મહિનાની ચૂંટણી પંચ (Election Commission) તારીખે જાહેર કરી શકે છે. ત્યારે ભાજપ (BJP) અને કોંગ્રેસ (congress) પક્ષે ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી છે. ભાજપ-કોંગ્રેસ કાર્યલાય પર બેઠકનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષે પેટા ચૂંટણી (By-election) માટે તૈયારીઓ શરૂ કરી છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા આઠ વિધાનસભા બેઠક માટે ખાનગી એજન્સી પાસે સર્વે હાથ ધરી એક રીપોર્ટ તૈયાર કર્યો છે. તેમજ બેઠક દીઠ સિનિયર નેતાઓ નિરીક્ષક તરીકે નિમણૂક કરી તેઓ દ્વારા એક અહેવાલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સુપરત કરવામાં આવ્યો છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા સર્વેનો રીપોર્ટ અને નિરીક્ષકો દ્વારા અપાયેલ અહેવાલ બાદ ત્રણ સભ્યોની પેનલ તૈયાર કરાઇ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સંભવિત ત્રણ ઉમેદવાર હા। ફાઇનલ કરી નાંખ્યા છે . કોગ્રેસ પક્ષે ભાજપના ઉમેદવારની રાહ જોઇ રહી છે કે ક્યારે ભાજપ પોતાના ઉમેદવાર જાહેર કરે. ત્યાર બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે.
રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી આઠ સભ્યોએ રાજીનામા ધરી દેતા કોંગ્રેસ પક્ષે રાજ્યસભામાં એક બેઠક ગુમાની હતી. ત્યારે જોવાનું રહે છે કે ભાજપમા જોડાયા બાદ નેતાઓને ભાજપ પેટા ચૂંટણીમાં ટિકીટ આપે છે કે નહી.
વીડિયોમાં જુઓ ગુજરાતના ટોપ 18 મુખ્ય સમાચાર
કારણ કે ભાજપના નવ નિયુક્ત પ્રદેશકોંગ્રેસ પ્રમુખોએ આર સી પાટીલ કાર્યકર્તાઓને સંબોધન કરતી કહી ચુક્યા છે કે આપણે કોઇ કોંગ્રેસ નેતાઓની જરૂર નથી. પાર્ટી આપણા કાર્યકર્તાઓના જોરે જીત મેળવી શકે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર