'મેં કિશોરીઓને પટ્ટા કે ચાબુકથી નહોતી મારી,' રાજપથના સ્વિમિંગ કોચનો બચાવ

વીડિયોમાં કોચ બંને કિશોરીઓને એવું પણ કહેતો સંભળાય છે કે "અહીં આવો નહીં તો એક લાત મારીશ તો સીધી પાણીમાં પડશો."

News18 Gujarati
Updated: September 14, 2018, 3:15 PM IST
'મેં કિશોરીઓને પટ્ટા કે ચાબુકથી નહોતી મારી,' રાજપથના સ્વિમિંગ કોચનો બચાવ
રાજપથ ક્લબના સ્વિમિંગ પૂલના કોચ હાર્દિક સામે માર માર્યાનો આક્ષેપ
News18 Gujarati
Updated: September 14, 2018, 3:15 PM IST
અમદાવાદઃ રાજપથ ક્લબના સ્વિમિંગ પૂલમાં કોચે બે કિશોરીઓને પટ્ટાથી માર માર્યોનો બનાવ સામે આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ રાજપથ ક્લબના સંચાલકો પણ હરકતમાં આવ્યા છે. સજાના ભાગરૂપે કોચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ અંગે તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે સસ્પેન્ડ રહેશે. આ મામલે ક્લબ તરફથી કોચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે રાજપથના સ્વીમિંગ કોચ હાર્દિકે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા પોતાના બચવામાં કહ્યું કે તે ચાબુક કે પટ્ટાથી કિશોરીઓને ફટકારી રહ્યો ન હતો.

કોચ હાર્દિકે શું કહ્યું?

ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા સ્વિમિંગ કોચે કહ્યું કે, "આ વીડિયોને ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે. એ કોઈ ચાબુક કે પટ્ટો નહીં પરંતુ કપડાંની પટ્ટી છે. આ પટ્ટી વાગતી નથી પરંતુ સ્વિમિંગ શીખનાર વ્યક્તિના મનમાં થોડો ડર રહે છે. આ તમામ સ્ટેટ લેવલના સ્વીમરો છે. ઘણી વખત તાલિમના ભાગરૂપે અમારે આવી સજા કરવી પડતી હોય છે. આવું કરવા પાછળનો ઈરાદો એટલો જ હોય છે કે સ્વીમરને મનમાં સારું પરફોર્મ કરવાનો ઉત્સાહ રહે. સ્વિમિંગ કરાવવા માટેની જે વ્હીસલ હોય છે તેની જ આ પટ્ટી છે. સ્વિમિંગ વખતે તેમના માતાપિતા પણ બાજુમાં જ બેઠા હોય છે. આ મામલે તેમના માતાપિતાઓ તરફથી જ એવી સૂચના આપવામાં આવતી હોય છે કે તેમને થોડી સજા આપવામાં આવે."

વીડિયો જોવા અહીં ક્લિક કરો

શું હતો બનાવ?

સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલી શહેરની ખૂબ જ નામાંકિત ક્લબોમાં આવતી રાજપથ ક્લબનો સ્વિમિંગ કોચ બે કિશોરીઓને સજાના ભાગરૂપે પટ્ટાથી ફટકારી રહ્યોનો વીડિયો સામે આવ્યો હતો. કોચ બંને કિશોરીઓને ફટકારી રહ્યો હતો ત્યારે કોઈએ આ અંગેનો વીડિયો તેના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોચ બંને કિશોરીઓને વારાફરતી પોતાના હાથમાં રહેલો પટ્ટો ફટકારી રહ્યો છે.
વીડિયોમાં કોચ બંને કિશોરીઓને એવું પણ કહેતો સંભળાય છે કે "અહીં આવો નહીં તો એક લાત મારીશ તો સીધી પાણીમાં પડશો." સામે આવેલો વીડિયો ગઈકાલનો એટેલે કે 13મી સપ્ટેમ્બરનો સાંજનો છે.
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...