ગૃહમંત્રી રાજનાથસિંહ તાડૂક્યા, હિન્દુ આતંકવાદનો મુદ્દો ચલાવી કોંગ્રેસે ધ્યાન ભટકાવ્યું

P
Updated: January 1, 1970, 5:30 AM IST
ગૃહમંત્રી રાજનાથસિંહ તાડૂક્યા, હિન્દુ આતંકવાદનો મુદ્દો ચલાવી કોંગ્રેસે ધ્યાન ભટકાવ્યું
લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહે ગુરદાસપુર હુમલોને લઇને નિવેદન આપતા કહ્યું કે, સરકાર આતંકવાદ સામે લડવા સક્ષમ છે. રાજનાથે જણાવ્યું કે, ત્રણ આતંકવાદીઓએ ઘૂષણખોરી કરી હતી. આ ત્રણેય રાવી નદીના રસ્તે આવ્યા હતા. રાજનાથસિંહ કોંગેસ અને વિપક્ષ પર તાડૂક્યા હતા અને કહ્યું કે, આતંકવાદ પર રાજકારણ ના થવું જોઇએ, આખુ ગૃહ એકસાથે ઉભા રહેવું જોઇએ. દેશ વેચાયેલા ભાગમાં ન દેખાવો જોઇએ. આતંકવાદનો કોઇ ધર્મ, જાતી હોતી નથી.

  • Share this:
નવી દિલ્હીઃ લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહે ગુરદાસપુર હુમલોને લઇને નિવેદન આપતા કહ્યું કે, સરકાર આતંકવાદ સામે લડવા સક્ષમ છે. રાજનાથે જણાવ્યું કે, ત્રણ આતંકવાદીઓએ ઘૂષણખોરી કરી હતી.  આ ત્રણેય રાવી નદીના રસ્તે આવ્યા હતા. રાજનાથસિંહ કોંગેસ અને વિપક્ષ પર તાડૂક્યા હતા અને કહ્યું કે, આતંકવાદ પર રાજકારણ ના થવું જોઇએ, આખુ ગૃહ એકસાથે ઉભા રહેવું જોઇએ. દેશ વેચાયેલા ભાગમાં ન દેખાવો જોઇએ. આતંકવાદનો કોઇ ધર્મ, જાતી હોતી નથી. રાજનાથએ કહ્યું, કે થોડા વર્ષો પહેલા યુપીએના શાસન દરમ્યાન હિન્દુ આતંકવાદની વાત કહીને મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હટાવાના પ્રયત્નો કર્યા હતા. જેનો ફાયદો આતંકી હાફિઝ સઇદએ ઉઠાવ્યો હતો અને તત્કાલીન ગૃહમંત્રીની પ્રશંસા કરી હતી. પાછલી સરકારની આતંકવાદ અંગે કોઇ નીતિ ન હતી. આતંકવાદ પર સંસદમાં હંગામો દુર્ભાગ્યપૂર્ણ છે. વિપક્ષે દેશના જવાનોનો આત્મ વિશ્વાસ ન તોડવો જોઇએ. ઉલ્લેખનીય છે, કે ગુરૂવારે પણ જ્યારે ગૃહમંત્રી રાજનાથસિંહ ગુરદાસપુર આંતકી હુમલા અંગે રાજ્યસભામાં નિવેદન આપી રહ્યાં હતાં, ત્યારે વિપક્ષે ભારે હંગામો કર્યો હતો. આં અંગે વિત્તમંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું. જેટલીએ કોંગ્રેસને પુછ્યું કે સોનિયા કેમ ચુપ છે. જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આ વાત પર દેશને જવાબ આપવા માટે પણ કહ્યું.
First published: July 31, 2015
વધુ વાંચો
अगली ख़बर