હાફિજ સઇદને ભારત લાવશું, આજે નહીં તો કાલે ચીન આપણો સાથ જરૂર આપશે : રાજનાથસિંહ

Haresh Suthar | News18 Gujarati
Updated: February 3, 2017, 9:02 PM IST
હાફિજ સઇદને ભારત લાવશું, આજે નહીં તો કાલે ચીન આપણો સાથ જરૂર આપશે : રાજનાથસિંહ
મોદી સરકારના ગૃહ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ભારત આ વાતની કોઇ ગેરંટી આપી ન શકે કે પાકિસ્તાન અધિકૃત વિસ્તારમાં ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક નહીં થાય. નેટવર્ક18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂમાં રાજનાથસિંહે પાકિસ્તાને કડક સંદેશો આપતાં કહ્યું કે, અમે પડોશી દેશ સાથે શાંતિ ઇચ્છિએ છીએ. પરંતુ આ માટે અમે પોકાની સરહદ અને ફોજની સુરક્ષા સાથે સમજુતી નહીં કરીએ.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 3, 2017, 9:02 PM IST
નવી દિલ્હી #મોદી સરકારના ગૃહ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ભારત આ વાતની કોઇ ગેરંટી આપી ન શકે કે પાકિસ્તાન અધિકૃત વિસ્તારમાં ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક નહીં થાય. નેટવર્ક18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂમાં રાજનાથસિંહે પાકિસ્તાને કડક સંદેશો આપતાં કહ્યું કે, અમે પડોશી દેશ સાથે શાંતિ ઇચ્છિએ છીએ. પરંતુ આ માટે અમે પોકાની સરહદ અને ફોજની સુરક્ષા સાથે સમજુતી નહીં કરીએ.

ગૃહમંત્રી રાજનાથસિંહ સાથેનું આ એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ તમે શુક્રવારે રાતે 9 વાગે ઇટીવીની તમામ હિન્દી ચેનલો પર અને રાતે 10 કલાકે સીએનએન ન્યૂઝ18 અને ન્યૂઝ18 ઇન્ડિયા પર જોઇ શકશો.

રાજનાથે કહ્યું કે, પાકિસ્તાન આપણો પડોશી દેશ છે. જો સર્જિકલ સ્ટ્રાઇકની સારી અસર છે તો આપણે ફરી આવું પગલું નહીં ઉઠાવીએ પરંતુ જો આતંદવાદી સંગઠન કે પછી કોઇ આપણા દેશને નિશાન બનાવે છે તો અમે ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક નહીં થાય એની કોઇ ગેરંટી આપી ન શકાય.

પાકિસ્તાન સઇદ હાફિજ સામે કાર્યવાહી કરે

સર્જિકલ સ્ટ્રાઇક બાદ રાજનાથસિંહે પહેલીવાર મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો છે. ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ઇસ્લામાબાદમાં મુબંઇ હુમલાના મુખ્ય ષડયંત્રકારી અને આતંકી સંગઠન જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિજ સઇદની નજરબંદી પાકિસ્તાન માટે આંખ ખોલવા સમાન છે. જો પાકિસ્તાન સરકારે આતંકીઓ વિરૂધ્ધ એક્શન લેવા માટે ખરેખર જો ગંભીર છે તો સઇદ સામે કાર્યવાહી કરવી જોઇએ અને જેલ મોકલી દેવો જોઇએ.

તેમણે કહ્યું કે, મને પાક્કી ખાતરી છે કે અમે એને ભારત પરત લાવવામાં સફળ થઇશું. એમાં સમય લાગી શકે છે.

ચીન જરૂર સાથ આપશે

હાફિજ સઇદ વિરૂધ્ધ ચીનના વલણ અંગે રાજનાથસિંહે કહ્યું કે, ચીન આ મામલે સમર્થન નહીં આપે. એનું કારણ એની આંતરિક નીતિ જવાબદાર હોઇ શકે. પરંતુ મને આશા છે કે ભવિષ્યમાં એક દિવસ જરૂર આવશે કે તે આપણો સાથ જરૂર આપશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ મુલ્કોના નાગરિકો પર પ્રતિબંધ અંગે રાજનાથસિંહે કોઇ ટિપ્પણી કરવા અંગે સ્પષ્ટ ઇન્કાર કર્યો. એમણે એટલું કહ્યું કે ટ્રમ્પે આટલો મોટો નિર્ણય આંતરિક આતંકી સ્થિતિને લઇને કર્યો હોવો જોઇએ.

હું સીએમની રેસમાં નથી

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી અંગે રાજનાથસિંહ કહ્યું કે, ભાજપ જરૂરથી જીતશે. હવે બસપા અને સપા કોંગ્રેસ ગઠબંધનથી એ નક્કી છે કે કોણ ભાજપ સરકારના વિપક્ષમાં હશે. યૂપીમાં પોતાને મુખ્યમંત્રી પદના રેસમાં હોવા અંગેના સવાલ અંગે તેમણે કહ્યું કે, હું અત્યારે ગૃહમંત્રી છું. એવામાં જો કોઇ અન્યને મુખ્યમંત્રી પદ આપવામાં ના આવે તો એમની સાથે નાઇન્સાફી હશે. યૂપી ચૂંટણીમાં કોઇને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર ન કરવાથી ભાજપને નુકશાન નહીં જાય.
First published: February 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर