દાઉદના ભાઇએ જામનગરના વેપારીની હત્યા માટે રૂ.10લાખની સોપારી આપી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
દાઉદના ભાઇએ જામનગરના વેપારીની હત્યા માટે રૂ.10લાખની સોપારી આપી
રાજકોટઃરાજકોટમાં 4 શાર્પશૂટરોની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે. આ લીંક ડી ગેંગ સુધી પહોચી છે.જામનગરના વેપારીની હત્યા માટે દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહિમે રૂ.10 લાખની સોપારી આપી હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃરાજકોટમાં 4 શાર્પશૂટરોની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે. આ લીંક ડી ગેંગ સુધી પહોચી છે.જામનગરના વેપારીની હત્યા માટે દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહિમે રૂ.10 લાખની સોપારી આપી હતી. કુવાડવા પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચેકિંગ દરમિયાન 4 શાર્પ શૂટરને પકડ્યા છે. નીતા વોલ્વોમાં તેઓ આવી રહ્યા હતા.એક પિસ્તોલ અને 6 જીવતા કાર્ટિસ મળી આવ્યા છે.શાર્પશૂટરો પાસેથી 9 mmની પિસ્તલ મળી આવી છે.2 છરી પણ મળી આવી છે. rjk sapsutar001
નાસિકથી રાજકોટ આવતી બસમાંથી શખ્સો ઝડપાયા છે. શખ્સો પાસેથી મોબાઈલ અને સીમકાર્ડ જપ્ત કરાયા છે.મોટા વેપારીની હત્યાના ઈરાદે આવ્યાની આશંકા છે. પાકિસ્તાનની ગેંગ દ્વારા સોપારી આપવામાં આવી હતી. મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ શાર્પશૂટરોની અટકાયત કરાઇ છે.ક્રાઈમબ્રાંચ અને SOGએ ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં કોઈ વેપારીને નાસિકથી ધમકી મળતી હતી.પોલીસે ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધર્યું છે. કયા વેપારીને ધમકી મળતી હતી ? આ મુદ્દે પોલીસે હાલ મૌન સેવ્યું છે. પકડાયેલા આરોપીના નામ રામદાસ રહાને વિનિત પુંડલીક જલતિ અનિલ રાજુભાઈ ઘિલોડ સંદિપ દયાનંદ શિબાંગ
First published: February 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर