રાજકોટઃમકાનના વિવાદમાં બોંબ મુકાયો હોવાનો થયો ખુલાસો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃમકાનના વિવાદમાં બોંબ મુકાયો હોવાનો થયો ખુલાસો
અમદાવાદઃરાજકોટના ખોડિયારપરામાં તાજેતરમાં મુકાયેલા 4 કિલોના ટાઈમર બોમ્બ મકાનના વિવાદમાં મુકાયો હોવાનો ખુલાસો થયો છે. આ મામલે માહિતી આજે પ્રેસ કોન્ફરન્સ કરી ક્રાઈમ બ્રાન્ચના JCP જે.કે.ભટ્ટએ આપી હતી. આરોપીઓને રાજકોટ પોલીસને સોપાશે.ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત 3 દિવસથી આરોપીને પકડવા વોચ કરી રહી હતી.એક મહિલાની પણ ક્રાઈમ બ્રાન્ચે જસદળમાંથી ધરપકડ કરી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃરાજકોટના ખોડિયારપરામાં તાજેતરમાં મુકાયેલા 4 કિલોના ટાઈમર બોમ્બ મકાનના વિવાદમાં મુકાયો હોવાનો ખુલાસો થયો છે. આ મામલે માહિતી આજે પ્રેસ કોન્ફરન્સ કરી ક્રાઈમ બ્રાન્ચના JCP જે.કે.ભટ્ટએ આપી હતી. આરોપીઓને રાજકોટ પોલીસને સોપાશે.ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત 3 દિવસથી આરોપીને પકડવા વોચ કરી રહી હતી.એક મહિલાની પણ ક્રાઈમ બ્રાન્ચે જસદળમાંથી ધરપકડ કરી છે. કમળાપુર અને મોરબીથી બોંબ સામગ્રી  લીધી હતી.સ્ફોટક સામગ્રી પથ્થરની ખાણોમાંથી લીધી હતી.અંજુ અને તેના 2 દિકરા સ્ટોર્સ ચલાવે છે.મકાનનો ઝઘડો કારણભૂત બન્યો હતો.દિનેશને બોંબ બનાવવા અંગેની પ્રાથમિક જાણકારી હતી.સ્ટોર્સમાંથી બેટરી ખરીદવામાં આવી હતી.ડર ઉભો કરવા ઘરની બાજુમાં બોંબ મુકાયો હતો.ઘર બેઠા ટાઈમર બોંબ બનાવ્યો હતો. રાજકોટ ના ટાઇમર બૉમ્બ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ને સફળતા મળી છે એક મહિલા સહીત આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ડીસીપી સહીત ના અધિકારીઓએ સોમવાર અને મંગળવારે રાજકોટ સહીત ના અલગ અલગ શહેર માં ઓપરેશન હાથ ધરી આરોપીઓ ની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની પ્રાથમિક પૂછ પરછ માં સામે આવ્યું છે કે મકાન ની અદાવત માં ટાઇમર બૉમ્બ પ્લાંન્ટ કર્યો હતો.ક્રાઇમ બ્રાંચે જય,વિજય,પ્રવીણ અને અંજુ ઉર્ફે રંજનની ધરપકડ કરી ને ક્રાઇમ બ્રાંચે પૂછ પરછ શરુ કરી છે.
First published: March 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर