ભણતર માટે 62 બાળકોનું આંદોલન,તંત્રએ અઠવાડિયે પણ ઉકેલ ન શોધ્યો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ભણતર માટે 62 બાળકોનું આંદોલન,તંત્રએ અઠવાડિયે પણ ઉકેલ ન શોધ્યો
રાજકોટઃરાજકોટની એસએનકે સ્કૂલે ૬૨ વિદ્યાર્થીનીઓને દત્તક લીધા બાદ અભ્યાસ ન કરાવવા મામલે આજે વાલીઓએ વિદ્યાર્થીનીઓને સાથે રાખીને રેલી યોજી હતી. ૬૨ વિદ્યાર્થીનીઓ અને વાલીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. વાલીઓનો એક્ષેપ છેકે, જિલ્લા કલેક્ટરે પાંચ દિવસમાં પ્રશ્નનો હલ કરવાની ખાત્રી આપી હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃરાજકોટની એસએનકે સ્કૂલે ૬૨ વિદ્યાર્થીનીઓને દત્તક લીધા બાદ અભ્યાસ ન કરાવવા મામલે આજે વાલીઓએ વિદ્યાર્થીનીઓને સાથે રાખીને રેલી યોજી હતી. ૬૨ વિદ્યાર્થીનીઓ અને વાલીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. વાલીઓનો એક્ષેપ છેકે, જિલ્લા કલેક્ટરે પાંચ દિવસમાં પ્રશ્નનો હલ કરવાની ખાત્રી આપી હતી. પરંતુ અઠવાડીયું વિતી ગયું હોવા છતાં પ્રશ્નનો હલ આવ્યો નથી. જિલ્લા કલેક્ટરે ખાત્રી આપી હતી કે એસએનકે સ્કુલનાં ટ્રસ્ટીઓ વાલીઓ સાથે બેઠક યોજી આ પ્રશ્નનો નિરાકરણ લાવશે અને તેમ છતાં નિરાકરન નહિં આવે તો કલેક્ટર તંત્ર વિદ્યાર્થીનીઓનાં ભવિસ્યને ધ્યાને રાખીને અન્ય સેલ્ફ ફાયનાન્સ સ્કુલમાં એડમિશન અપાવવાની ખાત્રી આપી હતી. નોધનીય છે કે, નાના કુમળા આ બાળકોને અત્યારે ભણવાની ઉમરે રસ્તા પર ઉતરવું પડ્યુ હતું અને રેલી યોજવી પડી હતી ત્યારે નાની ઉમરે જ બાળકોમાં આંદોલનના બીજ રોપાયા હતા.
First published: March 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर