લ્યો કરો વાત, મોદી સરકારના મંત્રીએ ક્રિકેટમાં માંગી અનામત

Haresh Suthar | Pradesh18
Updated: January 4, 2017, 10:48 AM IST
લ્યો કરો વાત, મોદી સરકારના મંત્રીએ ક્રિકેટમાં માંગી અનામત
ગુજરાત, રાજસ્થાન સહિત રાજ્યોમાં ઓબીસી અનામતને લઇને વિવાદ યથાવત છે ત્યાં મોદી સરકારના મંત્રીએ અનામતને લઇને નવો મુદ્દો ઉઠાવતાં રાજકારણ ગરમાયું છે. મોદી સરકારના મંત્રી રામદાસ આઠવલેએ ક્રિકેટમાં અનામતની માંગ કરી સૌને ચોંકાવી દીધા છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 4, 2017, 10:48 AM IST
નવી દિલ્હી #ગુજરાત, રાજસ્થાન સહિત રાજ્યોમાં ઓબીસી અનામતને લઇને વિવાદ યથાવત છે ત્યાં મોદી સરકારના મંત્રીએ અનામતને લઇને નવો મુદ્દો ઉઠાવતાં રાજકારણ ગરમાયું છે. મોદી સરકારના મંત્રી રામદાસ આઠવલેએ ક્રિકેટમાં અનામતની માંગ કરી સૌને ચોંકાવી દીધા છે. કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ મંગળવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં અનામત મામલે વિવાદીત નિવેદન કર્યું છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના આ મંત્રીનું કહેવું છે કે, ક્રિકેટમાં પણ અનામત લાગુ કરવામાં આવે. એટલું જ નહીં રાજ્યમંત્રીએ એ પણ કહ્યું કે, ક્રિકેટની સાથોસાથ અન્ય રમતોમાં પણ અનામત લાગુ કરવામાં આવે. અનામતની વાત અગાઉ કરી છે કે જેનાથી દલિત સમુદાયની પ્રતિભાઓને રમવાનો અવસર મળે. રાજધાનીની ખાસા કોઠીમાં મીડિયા સાથેની વાતચીતમાં આઠવલેએ કહ્યું કે, રમતોમાં અનામત માટે બંધારણમાં સુધારો જરૂરી છે.

આંતરજ્ઞાતિ લગ્ન, સરકારી નોકરી અને જમીન

રાજ્યમંત્રીએ રમતોમાં અનામતની સાથોસાથ આંતર જ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો, એમણે આંતર જ્ઞાતિય લગ્ન કરનારને સરકારી નોકરી અને જમીન આપવાની પણ તરફેણ કરી. સાથોસાથ આઠવલેએ કહ્યું કે, એમનું મંત્રાલય જલ્દીથઈ વિધવા પેન્શન માટે ઉંમર મર્યાદા અંગે પણ વિચાર કરી રહી છે. જોકે હાલ 40 વર્ષથી ઓછી ઉંમરની વિધવાઓને પેન્શનનો લાભ મળતો નથી અને સરકાર હવે આ ઉંમરને ઘટાડીને 19 સુધી કરવાનું વિચારી રહી છે.

વિદ્યાર્થીઓ માટે ખાસ યોજના

આઠવલેએ કહ્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની હોસ્ટેલમાં પ્રવેશ ન મળતાં અનામત વર્ગના વિદ્યાર્થીઓને રહેવા જમવાનો ખર્ચ આપવો જોઇએ. તેમણે કહ્યું કે, વિભાગની હોસ્ટેલમાં સીમિત બેઠકને લીધે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને રહેવા જમવાનો ખર્ચ આપવી જોઇએ.
First published: January 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर