Home /News /ahmedabad /રાજસ્થાનના CM અશોક ગેહલોતનું મોટું નિવેદન, કહ્યું- ઓબીસી સમાજનું અપમાન તો ભાજપ સરકારે કર્યું છે
રાજસ્થાનના CM અશોક ગેહલોતનું મોટું નિવેદન, કહ્યું- ઓબીસી સમાજનું અપમાન તો ભાજપ સરકારે કર્યું છે
અશોક ગેહલોતનું મોટું નિવેદન
Rajasthan CM Ashok Gehlot: ગુજરાત: રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધીના સમર્થનમાં અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ આયોજન કર્યું હતું. ભાજપ દ્વારા આરોપ લગાવાયો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઓબીસી સમાજનું અપમાન કર્યું છે. અશોક ગેહલોતે કહ્યું કે, અપમાન તો ભાજપ સરકારે ઓબીસી સમાજનું કર્યું છે.
ગુજરાત: રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધીના સમર્થનમાં અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ આયોજન કર્યું હતું. ભાજપ દ્વારા આરોપ લગાવાયો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઓબીસી સમાજનું અપમાન કર્યું છે. જેના જવાબમાં અશોક ગહેલોતે પણ વળતો જવાબ આપતા કહ્યું હતું કે, હું ઓબીસી સમાજમાંથી આવું છુ. જે કોમ્યુનિટીમાંથી આવ્યો છો તેનો એક માત્ર ધારાસભ્ય છું અને કોંગ્રેસ પક્ષે મને રાજસ્થાનનો ત્રણ વાર સીએમ બનાવ્યો છે. અપમાન તો ભાજપ સરકારે ઓબીસી સમાજનું કર્યું છે.
કોંગ્રેસ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ યોજવામાં આવ્યો
રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગહેલોતએ જણાવ્યું હતું કે, દેશમાં લોકતંત્ર ખતરામાં છે. દેશ કઈ દિશામાં જાય છે કોઈને ખબર નથી. જે દેશવાસીઓ માટે ચિંતાનો વિષય છે. સરકારની આલોચના કરતા લોકોને દેશદ્રોહી ચીતરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ યોજવામાં આવ્યો જેના ભાગ રૂપે સમગ્ર દેશમાં એક સાથે 35 શહેરોમાં પત્રકાર પરિષદનું આયોજન કરવાં આવ્યું છે. રાહુલ ગાંધીએ લંડનમાં જ બોલ્યા જે અહીં ઘણી વખત બોલ્યા છે. આજે દેશમાં સરકારની ટીકા કરનારા જેલમાં જઈ રહ્યા છે. મોદી સરકાર અને ભાજપે લોકતંત્ર અને કાયદો અને વ્યવસ્થાની ધજ્જિયાં ઉડાવી દીધી છે.
ભાજપે લોકતંત્રની હત્યા કરી નાંખી છે અને તેથી હવે પ્રજાને જનઆંદોલનમાં જોડવાનો સમય આવી ગયો છે. રાહુલ ગાંધીને કેમ નિશાન બનાવાયા કારણ કે, તેમણે સંસદમાં અદાણી વિશે પ્રશ્નો પૂછયા અને જવાબ માંગ્યો કે, મોદી અને અદાણી વચ્ચે શું સંબધો છે? અદાણીમાં રોકાણ થયેલા રૂપિયા 20 હજાર કરોડ કોના છે? જો વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર સાચા હોય તો તેમણે સંસદમાં જવાબ આપવો જોઇએ.
વધુમાં સીએમ અશોક ગહેલોતે જણાવ્યુ હતું કે, ભાજપ દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. ભાજપ ઓબીસીનું અપમાન કરે છે, હું ઓબીસી સમાજમાંથી આવું છું, મારી કોમ્યુનિટીમાંથી હું એક જ ધારાસભ્ય છું, હું ત્રણ વાર મુખ્યમંત્રી બન્યો છું આ જ દર્શાવે છે કે કોંગ્રેસ પક્ષે ઓબીસી સમાજનું માન-સન્માન જાળવ્યુ છે. પ્રધાનમંત્રી પોતે ઓબીસીનું અપમાન કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ સાથે દેશની19 પાર્ટીઓએ મળીને કહ્યું કે ભાજપ જે રીતે સંવૈધાનિક સંસ્થાઓને ખતમ કરી રહી છે તે દેશ માટે સંકટ છે. આ દેશ સામે મોટો પડકાર છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી એક મહિના સુધી 'સંકલ્પ સત્યાગ્રહ' થકી દેશના તમામ જિલ્લા, તાલુકા, બ્લોક સુધી લોકતંત્રને બચાવવા, ભાજપના તાનાશાહી- ભ્રષ્ટાચારી નીતિ અને અદાણી સ્કેમને લોકો વચ્ચે ઉજાગર કરવા માટે જનસંપર્ક-જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કર્યું છે.