Home /News /ahmedabad /Ahmedabad: ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ માટે અહીં ચલાવાય છે રાજા ક્લાસ, જૂઓ Video

Ahmedabad: ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ માટે અહીં ચલાવાય છે રાજા ક્લાસ, જૂઓ Video

X
લાયબ્રેરી,

લાયબ્રેરી, કમ્પ્યૂટર લેબ, પ્લે ગ્રાઉન્ડ, રાજા ક્લાસની સુવિધાથી સજ્જ

વિરમગામનાં સચાણા નજીક શીલદાત્રી વિદ્યા મંદિર શાળા આવેલી છે. અહીં ધોરણ 1 થી 12માં 223 છાત્રો અભ્યાસ કરી રહ્યાં છે.તેમજ અહીં રાજા કલાસ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને લાયબ્રેરી, કમ્પ્યૂટર લેબ, પ્લે ગ્રાઉન્ડ, રાજા ક્લાસની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

વધુ જુઓ ...
Parth Patel, Ahmedabad: બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે આવું જ એક ખૂબ સરસ સુવિધાઓથી સજ્જ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં સચાણા ગામની નજીક શ્રી હરિ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમ અને શીલદાત્રી વિદ્યા મંદિર, સચાણા ચલાવવામાં આવે છે.

સંસ્થા દ્વારા વૃધ્ધાશ્રમ અને શીલદાત્રી વિદ્યા મંદિર ચલાવવામાં આવે છે

આ શીલદાત્રી વિદ્યા મંદિરનું સંચાલન હાલમાં મનસુખભાઈ રોજાસરા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી અને આનંદમય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવે છે.

લાયબ્રેરી, કમ્પ્યૂટર લેબ, પ્લે ગ્રાઉન્ડ, રાજા ક્લાસની સુવિધાથી સજ્જ

શીલદાત્રી વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ બળદેવભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ શાળા ચલાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, આજના વૈજ્ઞાનિક યુગમાં ઝડપી પરિવર્તન થઈ રહ્યા છે. સાથે રહેણી-કરણી ઝડપથી બદલાઈ રહી છે. અને સંયુકત કુટુંબપ્રથા તુટી રહી છે. ત્યારે અહીં વૃધ્ધોને રહેવા માટે વૃધ્ધાશ્રમની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા તો કરવામાં આવી જ છે.

આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના ઉજ્જવલ ભવિષ્ય અને કારકિર્દી માટે શાળા પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે શરૂઆતમાં સૌપ્રથમ બાલમંદિર શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓને લાયબ્રેરી, કમ્પ્યૂટર લેબ, પ્લે ગ્રાઉન્ડ, રાજા ક્લાસની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

દર વર્ષે આંખના કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

શીલદાત્રી વિદ્યા મંદિરના સુપરવાઈઝર દુર્ગાબેન પરમારે જણાવ્યું કે, આ શાળામાં બાલમંદિર અને ધોરણ 1 થી 10 સુધીના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તથા શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 223 જેટલી છે. જેમાંથી બાલમંદિરના 30, પ્રાથમિકના 145 અને માધ્યમિકના 48 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવા માટે તથા બાળકોને અભ્યાસમાં પડતી સમસ્યાના ઉકેલ માટે હાલમાં 15 થી વધુ શિક્ષકોનો સ્ટાફ ઉપલબ્ધ છે. અહીં દર વર્ષે આંખના કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ જેવા મેડીકલ કેમ્પનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સમયાંતરે પ્રવાસ, પુસ્તક વિતરણ, દેશભક્તિ દિન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.

રાજા ક્લાસમાં કેવી રીતે ચલાવવામાં આવે છે?

શીલદાત્રી વિદ્યા મંદિરમાં નબળા વિદ્યાર્થીઓ અથવા અભ્યાસમાં પડતી સમસ્યાથી પીડાતા વિદ્યાર્થી અથવા લખવામાં-બોલવામાં ખચકાતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે અલગથી તાલીમ આપવામાં આવે છે. તેના માટે શાળામાં અલગથી વધારાના ક્લાસ લેવામાં આવે છે. તથા શાળામાં પ્રાર્થના સમયે નબળા વિદ્યાર્થીઓને એક અલગ ક્લાસમાં બોલાવવામાં આવે છે. જેમાં તેમને દરરોજ શાળાના જે તે વિષયના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવે છે.

સંસ્થાનું સરનામું : શીલદાત્રી વિદ્યા મંદિર, સચાણા ગામ પાસે, વિરમગામ, અમદાવાદ.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad news, Local 18, Students

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો