Home /News /ahmedabad /Ahmedabad MD Drugs: અમદાવાદમાં રાજા બિલ્લી સહિત બે લોકોની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ

Ahmedabad MD Drugs: અમદાવાદમાં રાજા બિલ્લી સહિત બે લોકોની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ

ક્રાઇમ બ્રાંચે બે ડ્રગ પેડલરની ધરપકડ કરી.

Ahmedabad MD Drugs: આરોપી ફૈઝલ શેખ ડ્રગ્સનો જથ્થો શાબાસ ખાન પઠાણ પાસેથી લાવીને શાહિદ ઉર્ફે રાજા બિલ્લીને આપવા માટે આવ્યો હતો તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો છે.

અમદાવાદ: શહેરમાં ડ્રગ્સની બધી દૂર થાય તે માટે સ્થાનિક પોલીસ ઉપરાંત અલગ અલગ એજન્સીઓ પણ હવે કામે લાગી છે. છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ખરીદી અલગ અલગ જગ્યાએ છૂટક વેચાણ કરતા ડ્રગ્સ પેડલરો સામે પોલીસે સખ્ત કાર્યવાહી કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંચવટી પરિમલ ગાર્ડન પાસેથી બે ડ્રગ્સ પેડલરોને 19.900 ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાદતી મળી હતી કે વટવાનો શાહિદ ઉર્ફે રાજા બિલ્લી શેખ અને નવરંગપુરાનો ફૈઝલ શેખ એલિસ બ્રિજ પરિમલ ગાર્ડન પાસે પંચવટી તરફ જતા ફૂટપાટ પર ભેગા થવાના છે. જ્યાં ફૈઝલ શેખ શાહીદ ઉર્ફે રાજા બિલ્લીને પોતાના ધંધા માટે મંગાવેલો એમડી જથ્થો લાવી આપનાર છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી પોલીસને 19.900 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

આરોપી શાહિદ ઉર્ફે રાજા બીલ્લી અને ફૈઝલ શેખ ભેગા મળી છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર રીતે મેફેડ્રોનનો જથ્થો વોન્ટેડ આરોપી દાણીલીમડાના રહેવાસી શાબાસ ખાન ઉર્ફે ટીપુ પઠાણ પાસેથી લાવી અમદાવાદ શહેરમાં વેચાણ કરે છે. આરોપી ફૈઝલ શેખ ડ્રગ્સનો જથ્થો શાબાસ ખાન પઠાણ પાસેથી લાવીને શાહિદ ઉર્ફે રાજા બિલ્લીને આપવા માટે આવ્યો હતો તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો છે.

આરોપી શાહિદ ઉર્ફે રાજા બિલ્લી સામે અગાઉ વટવા, ગુજરાત યુનિવર્સિટી અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થઈ ચૂક્યા છે. હાલ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો: મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસ મામલે NIAની મોટી કાર્યવાહી, પ્રખ્યાત બિઝનેસમેન સહિત બે લોકોની ધરપકડ

અમીનાબાનું ઉર્ફે ડોન 'એમડી ડ્રગ' સાથે પકડાઇ


ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા અમદાવાદ એસઓજીએ એમડી ડ્રગ સાથે એક મહિલા અમીનાબાનુ ઉર્ફે ડોન અને તેના સાગરીતને પકડી એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી આશરે 31 ગ્રામ જેટલું એમડી ડ્રગ પણ કબ્જે કર્યું હતું.

એસઓજીને માહિતી મળી હતી કે, આરોપીઓ અમીનાબાનુ અને તેનો સાગરીત સમીરઉદીન એમડી ડ્રગનું વેચાણ કરે છે. જે માહિતીના આધારે એસઓજીની ટીમ દ્વારા કાળુપુરમાં આવેલી ભંડેરી પોળમાં દરોડાં પાડી કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન તેમની પાસેથી આશરે 31 ગ્રામ એમડી ડ્રગ્સ કે જેની કિંમત આશરે 3 લાખથી વધુનો થાય છે તે કબજે કરવામાં આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, એમ.ડી ડ્રગ્સ, ગુનો, પોલીસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો