"રઇસ"રીલિઝઃથ્રિયેટરોએ ફુલ હાઉસ થતા એકસ્ટ્રા શો રાખવા પડ્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 26, 2017, 11:31 AM IST
અમદાવાદઃ અમદાવાદના 90ના દાયકાના ડોન અબ્દુલ લતીફના જીવન પર કથિત રીતે આધારીત ફિલ્મ રઇસ બુધવારે સિનેમા ઘરોમાં રીલીઝ થઇ છે. બૉલીવુડના કિંગ ખાનની આ ફિલ્મ જોવા પ્રથમ શોથી જ ફુલ હાઉસ જોવા મળતા હતા.દર્શકો ની સિનેમા ઘરોમાં લાંબી લાઈનો જોવા મળી હતી . ત્યારે ફિલ્મ જોનાર દર્શકોએ મુવી ને સુપરહિટ ગણાવી હતી.

rais thiyetar1

અમદાવાદ ના ડોન લતીફ ના જીવનચરિત્ર પર આધારિત કિંગ ખાન ની ફિલ્મ રઈસ આજે રિલીઝ થતા સિનેમા ઘરો માં દર્શકો ની ભારે ભીડ જોવા મળી હતી . ખાસ કરીને ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ અમદાવાદમાં થયું છે . વહેલી સવારથી આશ્રમ રોડની સીટી ગોલ્ડ અને સીને પ્રાઇડ સિનેમામાં યંગસ્ટરોની ભારે લાઈન જોવા મળી હતી. ત્યારે મૂવી અંગે દર્શકો એ તેમના મંતવ્યો જણાવ્યા હતા.શાહરૂખ ખાનની આ ફિલ્મનું એડવાન્સ બુકીંગ ૩ દિવસ પહેલા જ તમામ સિનેમા ઘરોમાં શરુ થઇ ગયું હતું. જેના કારણે ફસ્ટ ડે ના તમામ શૉ હાઉસ ફૂલ ગયા હતા. ત્યારે અમદાવાદના ડોન પર આધારિત આ ફિલ્મ ને જોવા અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને સિનેમા ના આ માલિકો દવારા રોજિંદા ચાલતા શૉ માં વધારો કરવામાં આવ્યો છે. વાઈડ એંગલ સિનેમામાં દિવસ દરમિયાન રઈસ ફિલ્મ ના ૧૪ શૉ રાખવામાં આવ્યા છે .

કિંગખાનની આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવશે તેવી આશા દર્શકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે આ ફિલ્મ ની સાથે ઋત્વિક રોશન ની કાબિલ ફિલ્મ પણ રિલીઝ થઇ છે. તો જોવાનું રહેશે કે કિંગખાન ની રઈસ ફિલ્મ કેટલા કરોડનો બિઝનેસ કરે છે.

First published: January 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर