Home /News /ahmedabad /Gujarat Rain Update: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો, ધરતીપુત્રોને પાક નિષ્ફળ જવાની બીક

Gujarat Rain Update: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો, ધરતીપુત્રોને પાક નિષ્ફળ જવાની બીક

ગાંધીનગરમાં વરસાદને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

Gujarat Rain Update: એકબાજુ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે તો બીજી બાજુ મેઘરાજાએ ઇનિંગ શરૂ કરતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. ડાંગર અને કપાસના પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. તો એકતરફ લોકોને ભારે ઉકળાટમાંથી છૂટકારો પણ મળ્યો છે.

વધુ જુઓ ...
    અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ ચોમાસુ વિદાય લઈ રહ્યુ છે ત્યાં બીજી તરફ જતા જતા અમુક વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉલ્લેખનીય છે કે, 12મી ઓક્ટોબર સુધી હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. ગઈ કાલે પણ અમદાવાદ, વડોદરા, નડિયાદ, આણંદ, અરવલ્લી સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તો આજે પણ રાજ્યના અમુક જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન જોવા મળ્યું છે.

    આણંદ-અમદાવાદમાં વરસાદી માહોલ


    મધ્ય ગુજરાતના અમદાવાદમાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. ધીમે ધીમે તડકા વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના શેલા, બોપલ રોડ પર ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે. સવારથી જ આણંદમાં વરસાદી માહોલ જામ્યો છે. આણંદના વિદ્યાનગર, કરમસદ, મોગરી, ગાના વગેરે વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મહત્ત્વનું છે કે, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. બીજી બાજુ ગાંધીનગરના અમુક વિસ્તારમાં પણ બપોર પછી વરસાદી માહોલ છવાયો હતો. માણસામાં બપોર પછી ભારે વરસાદને કારણે રસ્તાઓ નદી બન્યાં હતા અને વાહન વ્યવહારમાં મુશ્કેલી ઊભી થઈ હતી.

    આ પણ વાંચોઃ ચોમાસાની વિદાય છતાં રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, શું છે કારણ?

    દક્ષિણ ગુજરાતમાં વરસાદ


    દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, સુરતના મહુવાના અનાવલ, વહેવલ, હલ્ડવા અને ઉમરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદને લીધે ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિને લઈને જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.

    રાજપીપળા-નર્મદામાં મેઘરાજા મહેરબાન


    રાજપીપળાની કેવડિયા ટેન્ટ સિટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. તેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. બે દિવસના ભારે ઉકળાટ બાદ શહેરીજનોને ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વરસાદને લીધે કપાસના ઊભા પાકને નુકસાન થવાની ચિંતાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

    આ પણ વાંચોઃ જાંબુઘોડામાં 5 ઈંચ, 91 તાલુકામાં વરસાદ; 3 દિવસની આગાહી

    ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ


    આ ઉપરાંત સાબરકાંઠામાં પણ સવારથી જ વાદળો છવાયા હતા. ત્યારે બપોર પછી હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ધરતીપુત્રો પાકને નુકસાન થવાની ભીતિને લઈને ચિંતામાં છે.


    અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?


    નોંધનીય છે કે, આ વર્ષે ગુજરાત પર મેઘો મહેરબાન જોવા મળ્યો હતો. રાજ્યમાં સરેરાશ 119.61 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી વદુ કચ્છમાં 186 ટકા, ઉત્તર ગુજરાતમાં 121 ટકા, પૂર્વ ગુજરાતમાં 96 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 132 ટકા વરસાદ નોંધાયો છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat rain, Gujarat Rain Update

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन