Home /News /ahmedabad /Rainwater Harvesting: વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવા ગુજરાત યુનિવર્સિટીનું જોરદાર પ્લાનિંગ : 16 પરકોલેટિંગ વેલ બનાવ્યા
Rainwater Harvesting: વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવા ગુજરાત યુનિવર્સિટીનું જોરદાર પ્લાનિંગ : 16 પરકોલેટિંગ વેલ બનાવ્યા
પરકોલેશન વેલ
Ahmedabad News: અહીં રોડ રસ્તા ઉંચા હોવાને કારણે પાણી વધુ ભરાઇ જાય છે. આ પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન થતા હતા. જેથી આ પાણી સીધું ભૂગર્ભમાં ઉતરે તે માટે યુનિવર્સીટીએ દોઢ વર્ષ અગાઉ વિચાર કર્યો હતો
અમદાવાદ: હાલમાં વરસાદ સમગ્ર રાજ્યને (Gujarat monsoon) ઘમરોળી રહ્યો છે. જ્યારે અમદાવાદમાં પણ ધમાકેદાર વરસાદ પડે છે ત્યારે શહેરમાં ઠેરઠેર પાણી પાણી થઈ જાય છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ ભરાતા વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તેવો જોરદાર પ્લાન ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) અમલમાં મૂકેલો છે. યુનિવર્સિટી આસપાસના નીચાણવાળા વિસ્તારમાંથી પાણી સીધુ જમીનમાં ઉતરે અને પાણીના તળ ઉંચા આવે તે હેતુથી યુનિવર્સિટીમાં 16 પરકોલેટિંગ વેલ (Percolating well) બનાવવામાં આવ્યા છે. જોઈએ કેવું છે ગુજરાત યુનિવર્સિટીનું પ્લાનિંગ.
ગુજરાત યુનિવર્સિટી જે જગ્યાએ સ્થિત છે તે વિસ્તાર રકાબી આકારનો છે. એટલે યુનિવર્સિટી આસપાસના મેમનગર, હેલમેટ સર્કલ, વાળીનાથ ચોક સહિતના વિસ્તારોમાં નજીવો વરસાદ પડે કે તરત પાણી ભરાઈ જાય છે. આ પાણી જમા થઈ યુનિવર્સિટી બનેલા 16 પરકોલેટિંગ વેલ વાટે જમીનમાં ઉતરે છે.
ઇન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલના કો ઓર્ડીનેટર નૈનેશ મોદી જણાવે છે કે, યુનિવર્સ્ટિનો રકાબી જેવો વિસ્તાર છે જેની ચારે બાજુ ઢાળવાળા વિસ્તાર છે. ગુલબાઈ ટેકરા, થલતેજ, વિજય ચાર રસ્તા, મેમનગર અને નવરંગપુરામાં વરસાદ પડે ત્યારે આસપાસના વિસ્તારોમાંથી પાણી જમા થઈ અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટીમાં આવતું હતું.
પરકોલેશન વેલ
અહીં રોડ રસ્તા ઉંચા હોવાને કારણે પાણી વધુ ભરાઇ જાય છે. આ પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન થતા હતા. જેથી આ પાણી સીધું ભૂગર્ભમાં ઉતરે તે માટે યુનિવર્સીટીએ દોઢ વર્ષ અગાઉ વિચાર કર્યો હતો અને તે માટે ટ્રાયલ પર એક પરકોલેશન વેલ બનાવવામાં આવ્યું હતું.
જેમાં નીચેના ભાગે મોટા પથ્થરના લેયર અને ઉપરના ભાગમાં નાના પથ્થર અને તેના ઉપર કાંકરા પાથરી ચારણી જેવા વેલ બનાવવા આવ્યા છે. આ નાના કાંકરાના કાણામાંથી પાણી જમીનમાં જશે જે બાદ પાણી જમીનની અંદર જઈને ભૂગર્ભ જળના તળ ઉંચા થશે. ગુજરાત યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ મુજબ જમીનથી 200 મીટર જેટલી ઊંડાઈ પર ભૂગર્ભ જળ મળે છે. ત્યારે પરકોલેશન લગાવવાના કારણે 200 મીટરથી ઓછી ઊંડાઈમાં પાણી મળી રહેશે.આ પાણીનો કોઈપણ વ્યક્તિ બોરથી ખેંચીને આ જળનો ઉપયોગ કરી શકશે.
" isDesktop="true" id="1226250" >
યુનિવર્સિટીના કેમ્પસમાં નીચાણવાળાની જગ્યામાં 16 પરકલેશન લગાવવામાં આવ્યા છે. આ પાણી અશુદ્ધ હશે તો તે શુદ્ધ થઈને ભૂગર્ભમાં જશે. અહીં ભરાતું લાખો ગેલન પાણીનો હવે ભૂગર્ભમાં ઉતરશે. મહત્વનુ છે કે, રાજ્ય સરકારના ક્લાયમેન્ટ ચેન્જ વિભાગે ગુજરાત યુનિવર્સીટીને આ માટે સેન્ટર ઓફ ઍક્સેલન્સ આપ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ 1.50 કરોડની ગ્રાન્ટ પણ આપવામાં આવશે. આ ગ્રાન્ટના ઉપયોગથી આવનાર દિવસમાં આ પ્રકારની અનેક પ્રવૃતિઓ કરવાની રહેશે. આ પરકોલેટીંગ વેલની સફળતા બાદ હવે કુલ 20 જેટલા પરકોલેટિંગ લગાવવાનો ગુજરાત યુનિવર્સીટીનું લક્ષ્યાંક છે.