Gujarat Rain forecast : રાજ્યમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે, લગભગ તમામ જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે. કેટલીક જગ્યાએ તો વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં 28 જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. તો જોઈએ કયા કયા જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી કરી હતી, તો જામનગર, દ્વારકા,પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
રાજ્યમાં 45 તાલુકામાં વરસાદ
તમને જણાવી દઈએ કે, ગુજરાતના 45થી વધુ તાલુકાઓમાં ભરે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જાણે કે ગુજરાતને મિની વાવાઝોડું ઘમરોળતું હોય તેવા દ્રશ્યો વિવિધ જિલ્લાઓમાંથી સામે આવ્યા, તો જોઈએ આજે રાજ્યમાં ક્યાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે.
ક્યાં કેવો રહ્યો વરસાદી માહોલ?
છોટા ઉદેપુર વરસાદ
છોટાઉદેપુરમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક ખેડૂતો ખુશખુશાલ. અસહ્ય ગરમી બાદ બોડેલી , છોટાઉદેપુર તાલુકામાં વરસાદી માહોલ, છેલ્લા કેટલાક દિવસો થી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ, વરસાદ થતા ખેડૂતો ખુશ ખુશાલ, બોડેલી પંથકમાં વરસાદી માહોલ બનતા વાતાવરણમા પ્રસરી ઠંડક, બોડેલી ના નિચાણવાળા વિસ્તારો માં ઠેર ઠેર પાણી ભરાયા.
મહેસાણા વરસાદ
મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે ફિંચડી અને હાંસલપુર પાસે વાવાઝોડું આવ્યું છે. ભારે પવન સાથે વાવાઝોડા થી કેટલાક મકાનના પતરા પણ ઉડી ગયા હતા, તો કેટલાક ઝાડ પણ ઉખડી પડ્યા હતા.
સાબરકાંઠા વરસાદ
આ બાજુ સાબરકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગરના આકોદરા ગામે ભારે વાવાઝોડું, ગામના કેટલાક સેડ ઉડ્યા હતા. મકાનોના પતરાઓ પણ ઉડ્યા, અનેક મકાનો ને નુકસાન, તો વીજ પોલ ધરાસાઈ થતા વીજ પુરવઠો ખોરવાયો હતો.
પોરબંદર વરસાદ
આ તરફ પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, રાણાવાવમાં સવા ઈંચ વરસાદ વરસતા ખેડૂતોએ ચોમાસાના આગમનને વધાવ્યું છે. આ તરફ પોરબંદર શહેરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો, જ્યારે ઘેડ પંથકમાં એક ઈંચ વરસાદ વરસ્યો. તો કુતિયાણામાં પણ મેઘસવારી આવી પહોંચતા સવા ઈંચ વરસાદ પડ્યો છે.
ખાંભા વરસાદ
ખાંભા શહેરની વાત કરીએ તો વહેલી સવાર થી અહી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ખાંભાના મોટાભાગના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે ખાંભાના ધતારવાડી નદીમાં પુર આવ્યું છે.
અમરેલી વરસાદ
તો અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. સાવરકુંડલામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો, ગાજવીજ સાથે વરસાદ થતા રસ્તાઓ પર પાણી ભરાયા, મહુવા રોડ, હાથસણી વિસ્તારમાં ધોધમાર વરસાદ, સોસાયટીના રસ્તા ઉપર વહેતા થયા વરસાદી પાણી, સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર.
જૂનાગઢ વરસાદ
જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો, માણાવદરમાં વરસાદનુ ધમાકેદાર આગમન, વીજળી ના ચમકારા, ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ બફારા બાદ વરસાદ તુટી પડ્યો હતો, શહેરની બજારમાં પાણી વહેતા થયા હતા, ખેડૂતો મા ખુશી નો માહોલ, તો માણાવદર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નુ આગમન, માણાવદર મા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે જૂનાગઢ ગિરનાર પર્વત પર આહલાદક વાતાવરણ છવાઈ ગયું છે. પર્વત પર ધીમી ધારે વરસાદ , પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો, વરસાદ અને પવન વચ્ચે યાત્રિકોની ગિરનાર યાત્રા ચાલુ જોવા મળી, જૂનાગઢ શહેરના પણ અમુક વિસ્તારમાં વરસાદ થયો.
કચ્છ વરસાદ
કચ્છમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. અંજાર, સતાપર, માંડવી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા, ભારે પવનના કારણે સતાપર અને અંજાર વચ્ચે રસ્તા પર ઝાડ પડ્યું , તો મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.
આ બાજુ જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, સવારથીજ વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો, અસહ્ય બફારા બાદ જેતપુર માં મેઘરાજા ની પધારામની, વરસાદ પડતાજ શહેર ના સ્ટેન્ડ ચોક વડલી ચોક સહિત વિસ્તાર માં પાણી પાણી થયા હતા. આ બાજુ ભૂગર્ભ ગટર છલકાતા રોડ ઉપર પાણી ફરી વર્યા હતા, જેતપુર ગ્રામ્ય વિસ્તાર પીપળવા પાંચપીપળા લુણાગરા પીઠડીયા સહિત ગ્રામ્ય વિસ્તાર માં ધીમી ધારે વરસાદ જોવા મલ્યો તો મેઘરાજા એ કાચું સોનુ વરસાવતા ખેડૂતો માં ખુશી જોવા મળી.