Home /News /ahmedabad /રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ શતાબ્દી મહોત્સવની મુલાકાત દરમિયાન મહત્વની જાહેરાત કરી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ શતાબ્દી મહોત્સવની મુલાકાત દરમિયાન મહત્વની જાહેરાત કરી
(રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ)
કેન્દ્રીય રેલવે મંત્રી પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ ભાવ વિભોર બની ગયા હતા અને તેઓએ મહંત સ્વામીના આશીર્વાદ પણ લીધા હતા. તેઓએ જાહેરાત કરી કે હવેથી અમદાવાદ દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ હવે અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખાશે.
અમદાવાદ: અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે અને રાજકીય આગેવાનોની સાથે અનેક લોકો શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ રહ્યા છે. તેવામાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ એ પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. તેઓએ પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ સભાને સંબોધતા મહત્વની જાહેરાત કરી છે.
કેન્દ્રીય રેલવે મંત્રી પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ ભાવ વિભોર બની ગયા હતા અને તેઓએ મહંત સ્વામીના આશીર્વાદ પણ લીધા હતા. તેઓએ જાહેરાત કરી કે હવેથી અમદાવાદ દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ હવે અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખાશે. તેઓએ જણાવ્યું કે શતાબ્દી મહોત્સવમાં આવવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. બીએપીએસના તમામ ભક્તો આ દુનિયામાં સેવા ભાવ સાથે આગળ જઈ રહ્યા છે તેમાં હું પણ ભાગ્યશાળી છું કે મને મહંત સ્વામીના દર્શન થયા.
વધુમાં કેન્દ્રીય રેલવે મંત્રી એ કહ્યું કે, શતાબ્દી મહોત્સવમાં લાખો ભક્તો અહીં આવી રહ્યા છે તે સૌને હું નમસ્કાર કરું છું. એ મારું સૌભાગ્ય છે કે મને પ્રમુખ સ્વામીના પણ દર્શન થયા હતા. તેઓએ આપણને પ્રેરણા આપી છે કે તમે જે કામમાં લાગો તેમાં સેવાનો ભાવ હોવો જોઈએ. આ સેવાની ભાવનાને અમે પણ દરેક ક્ષેત્રમાં આગળ રાખીશું. સાચો શ્રદ્ધાળુ માત્ર માનની ભાવનાથી સંતોષ નથી માનતો. સાચો શ્રદ્ધાળુ હંમેશા કર્મયોગી હોય છે. આજ એજ શ્રદ્ધાની ભાવના સાથે ગુજરાત અને દિલ્હીના અક્ષરધામ મંદિરને જોડનારી અમદાવાદ દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ અક્ષરધામ એક્સપ્રેસ નામકરણ ખૂબ ઝડપથી થશે જે પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ હશે.
જે સેવાભાવનાથી સ્વામિનારાયણ ભક્તો સેવા કરી રહ્યા છે તેમની જ એક નાનકડી સેવા હશે અક્ષરધામ એક્સપ્રેસ. મહત્વનુ છે કે શતાબ્દી મહોત્સવ આગામી 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. જેમાં દરરોજ રાજકીય અને સામાજિક આગેવાનો મહોત્સવની મુલાકાત લઈ મહોત્સવના મેનેજમેન્ટ જોઈ નવાઈ પામી રહ્યા છે ત્યારે રેલમંત્રીએ પણ આ મહોત્સવના આયોજનના ભરપુર વખાણ કર્યા છે.