Home /News /ahmedabad /રાજ્યની 17 જેલમાં એક સાથે દરોડા, 1700થી વધુ પોલીસકર્મીઓ તપાસમાં જોડાયા

રાજ્યની 17 જેલમાં એક સાથે દરોડા, 1700થી વધુ પોલીસકર્મીઓ તપાસમાં જોડાયા

રાજ્યની કુલ 17 જેલોમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે.

આજે મોડી રાત્રે રાજ્યની 17 જેલમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 1700થી વધુ પોલીસકર્મીઓ તપાસમાં જોડાયા હતા. આ દરમિયાન તમામ જેલોમાં બોડીવોર્ન કેમેરા સાથે તપાસ હાથ ધરાઇ હતી.

અમદાવાદ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની DGP ઓફિસમાં મળેલી બેઠક બાદ રાજ્યભરની જેલોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા હતા. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, જુનાગઢ, જામનગર, પોરબંદર સહિતની જેલોમાં ગૃહ મંત્રાલય દ્વારા કાર્યવાહી હાથધરાઈ હતી. આ કાર્યવાહીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસકાફલો જેલમાં પહોંચ્યો હતો. અને દરોડાની કાર્યવાહી હાથધરાઈ હતી.

મહત્વનું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ DGP ઓફિસમાં લગભગ બે કલાક સુધી બેઠક યોજી હતી. જેમાં DGP, ગૃહ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેના પછી રજ્યભરની જેલોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલમાં જિલ્લા જેલોમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલી રહ્યું છે.



રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત આજે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં રાજ્યના ગૃહ સચિવ નિપુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.

આ પણ વાંચો: પૃથ્વી પર મંડરાતો સૌથી મોટો ખતરો, અવકાશમાંથી આવશે મુસીબત

આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, મોદી સરકારે DA માં 4% નો વધારો કર્યો

વડોદરા જેલ પર 30 મિનિટ સુધી આ કાર્યવાહી ચાલી હતી. ત્યાં જ આ દરમિયાન મુખ્ય ગેટ પર અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. જેમા 100 જેટલો પોલીસ કર્મી સ્ટાફ જેલની અંદર હતો સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા.



ઉલ્લેખનિય છે કે, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદ હાઈ સિક્યુરિટી ઝોનમાં હતો તે છતાં યુપીમાં એક શખ્સની હત્યા કરાવી હતી. તેણે વોટ્સએપ કોલથી વાત કરી હત્યા કરાયાના આઈબી ઈનપૂટ મળ્યા બાદ આ સમગ્ર કાર્યવાહી કરાઈ હોવાનું અનુમાન છે.

પ્રાપ્ત જાણાકારી અનુસાર સાબરમતી સેન્ટ્રલ જેલ, વડોદરાની સેન્ટ્રલ જેલ, સુરતની લાજપોર જેલ અને રાજકોટની જેલ સહિત રાજ્યની કુલ 17 જેલોમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે.
First published:

Tags: Ahmedabad news, Rajkot jail, Sabarmati Jail