Home /News /ahmedabad /Gujarat Politics: રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગું અમદાવાદની ધરતી પરથી ફુકશે

Gujarat Politics: રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગું અમદાવાદની ધરતી પરથી ફુકશે

આગામી 5 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે.

Gujarat assembly elections 2022: રાહુલ ગાંધી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આગમન થશે. અમદાવાદ એનેક્ષી ખાતે રોકાણ કરશે ત્યાર બાદ સભા સ્થળ પર બુથ કાર્યકર્તા સંમેલન સંબોધન કરશે. ત્યાર બાદ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા કરશે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવી ગઇ છે. આગામી 5 સપ્ટેમ્બરે રિવરફ્રન્ટ ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાહુલ ગાંધી હાજરી આપશે. રાહુલ ગાંધી અમદાવાદમાં યોજાનાર પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલનમાં હાજરી આપશે અને પાર્ટીના 52 હજાર બુથ કાર્યકરો સાથે સંવાદ કરશે..જગદીશ ઠાકોરના જણાવ્યા અનુસાર કોંગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરી છે. કોંગ્રેસ આ વખતે બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈ મેદાને છે.

  આગામી 5 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠક લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણી રણસિંગું અમદાવાદની ધરતી પરથી ફુકશે. રાહુલ ગાંધી ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલનમાં હાજરી આપશે. ગુજરાતના 52 હજાર બુથ કાર્યકર્તા સાથે સીધો સંવાદ રાહુલ ગાંધી કરશે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીના પ્રવાસથી બુથના કાર્યક્રમોમાં ઉત્સાહનો સંચાર થશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઊતરશે.  આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કહ્યું હતું કે. કોંગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાનમાં છે. પાંચ સપ્ટેમ્બર કાર્યક્રમ ગુજકાત રાજકારણમાં આશ્ચર્યજનક વળાંક આવશે.

  આ પણ વાંચો- વિધાનસભાની ચૂંટણી પહેલા CM ભૂપેન્દ્ર પટેલ આક્રમક મૂડમાં, કહ્યું-રેવડી કલ્ચરથી વિકાસ ન થાય

  રાહુલ ગાંધી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આગમન થશે. અમદાવાદ એનેક્ષી ખાતે રોકાણ કરશે ત્યાર બાદ સભા સ્થળ પર બુથ કાર્યકર્તા સંમેલન સંબોધન કરશે. ત્યાર બાદ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા કરશે. જ્યાં તેઓ ભારત જોડો અભિયાન સફળ બનાવવા પ્રાર્થના કરશે. પરિવર્તન સંકલ્પ બુથ સંમેલનમાં અશોક ગહેલોત સહિત સિનિયર નેતા હાજર રહેશે. કોગ્રેસ આગામી 15 સપ્ટેમ્બરના પ્રથમ યાદી પણ જાહેર કરશે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Assembly Election 2022, Assembly elections, અમદાવાદ, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन