Home /News /ahmedabad /રાહુલ ગાંધીએ MPથી ગુજરાત લાવવી જઈએ યાત્રા, અહિંયા AAP 'ખાઈ રહી છે' કોંગ્રેસના વોટ

રાહુલ ગાંધીએ MPથી ગુજરાત લાવવી જઈએ યાત્રા, અહિંયા AAP 'ખાઈ રહી છે' કોંગ્રેસના વોટ

AAP ખાઈ રહી છે કોંગ્રેસના વોટ

Gujarat Assembly Election 202: કોંગ્રેસે વારંવાર કહ્યું છે કે, ભારત જોડો યાત્રાને ચૂંટણીની કડી તરીકે ન જોવી જોઈએ, કારણ કે તેનો ઉદ્દેશ્ય દેશને એક કરવાનો છે. પરંતુ કોઈ પણ રાજકીય વિશ્લેષકને તે વિચિત્ર લાગશે કે જ્યારે રાજકીય પ્રચારકો ચૂંટણી લડાઈમાં ભેગા થાય છે, ત્યારે રાહુલ ગાંધી ગુજરાત છોડીને તેની બાજૂમાંથી નીકળી જાય છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર 20 નવેમ્બરથી 5 ડિસેમ્બર વચ્ચે ચરમસીમાએ હશે, ત્યારે રાહુલ ગાંધી પાડોશી મધ્યપ્રદેશમાં 16 દિવસ દરમિયાન 'ભારત જોડો યાત્રા'નું નેતૃત્વ કરશે. કોંગ્રેસે વારંવાર કહ્યું છે કે, ભારત જોડો યાત્રાને ચૂંટણીની કડી તરીકે ન જોવી જોઈએ, કારણ કે તેનો ઉદ્દેશ્ય દેશને એક કરવાનો છે. પરંતુ કોઈ પણ રાજકીય વિશ્લેષકને તે વિચિત્ર લાગશે કે જ્યારે રાજકીય પ્રચારકો ચૂંટણી લડાઈમાં ભેગા થાય છે, ત્યારે રાહુલ ગાંધી ગુજરાત છોડીને તેની બાજૂમાંથી નીકળી જાય છે.

  તે જ રાહુલ ગાંધી છે જે, 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના સ્ટાર પ્રચારક હતા, કારણ કે કોંગ્રેસે 77 બેઠકો જીતીને અને સખત લડત આપીને ભાજપને 100 ની નીચે લાવી દીધી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીની 'ટેમ્પલ રન' એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે આ વખતે કોંગ્રેસના નેતાઓએ બિનજરૂરી રીતે 'ભારત જોડો યાત્રા' કાર્યક્રમમાંથી ગુજરાતને બાકાત રાખ્યું છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર માટે હિમાચલ પ્રદેશની મુલાકાત પણ લીધી ન હતી અને મહારાષ્ટ્રમાં યાત્રાનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખ્યું હતું. જો કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રતિભા સિંહે અગાઉ ન્યૂઝ18ને જણાવ્યું હતું કે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષે તેમને ખાતરી આપી હતી કે, તેઓ થોડા સમય માટે પહાડી રાજ્યની મુલાકાત લેશે.

  કોઈ સ્પષ્ટ સીએમ ચહેરો નહીં અને રાહુલ ગાંધી પણ ગાયબ

  કોઈ સ્પષ્ટ મુખ્ય પ્રધાનપદનો ચહેરો અને રાહુલ ગાંધીની ગેરહાજરી સાથે, કોંગ્રેસ ગુજરાતમાં નબળી હોવાનું જણાય રહી છે અને ઘણા લોકોએ હાર્દિક પટેલ જેવા નેતાઓ સાથે રાજીનામું આપ્યા બાદ, રાજ્યમાં "મૌન ચૂંટણી પ્રચાર" પર પાર્ટીનું વર્ણન કર્યું છે. આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં કોંગ્રેસની જમીન હડપ કરવાની સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અવારનવાર રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે, રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે અને તેમણે મુખ્યમંત્રીપદનો ચહેરો પણ જાહેર કર્યો છે.

  આ પણ વાંચો:  મુસ્લિમ મતો મેળવવાની હરીફાઈ, કોંગ્રેસ પહેલીવાર મુશ્કેલીમાં...

  AAP રાજ્યમાં એવું વાતાવરણ ઉભું કરી રહી છે કે, ગુજરાતીઓએ કોંગ્રેસને વારંવાર મત આપ્યા છે, અને 2017માં પણ, પરંતુ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપને સત્તા પરથી દૂર કરી શકી નથી. કોંગ્રેસ 2017માં તેની શ્રેષ્ઠ તકનો લાભ લેવામાં નિષ્ફળ રહી અને તેથી, કેજરીવાલની પાર્ટી આગ્રહ કરી રહી છે કે, આ વખતે AAPને તક આપવી જોઈએ. દિલ્હી અને પંજાબ પછી, કોંગ્રેસ અન્ય રાજ્યમાં AAPને પાછળ રાખવાની સંભાવનાનો સામનો કરી રહી છે, જેના કારણે રાહુલ ગાંધીએ તેમનું ધ્યાન ગુજરાત પર કેન્દ્રિત કરવું આવશ્યક છે.

  ભારત જોડો યાત્રા સાબરમતી આશ્રમથી શરૂ કરવી જોઈતી હતી

  સત્તા વિરોધી પરિબળને કારણે, 2024ની સામાન્ય ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ માટે ગુજરાત એક ઉચ્ચ દાવની લડાઈ બની રહ્યું છે. એક એવી રાજકીય વિચારધારા છે જે માને છે કે રાહુલ ગાંધીએ 1930માં સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરનાર મહાત્મા ગાંધીની ભાવનામાં ગુજરાત અને સાબરમતી આશ્રમથી તેમની 'ભારત જોડો યાત્રા' શરૂ કરવી જોઈતી હતી. આ સમયે, રાહુલ ગાંધીએ તેમની 'ભારત જોડો યાત્રા'ને ગુજરાત તરફ વાળવાની અને રાજ્યમાં તેમની પાર્ટીના મનોબળને પુનર્જીવિત કરવાની સખત જરૂર છે. શું તે આવું કરશે?

  આ પણ વાંચો: કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી,મોડી રાત્રે કરી હતી હતી બીજી યાદી જાહેર

  રસપ્રદ વાત એ છે કે, બીજેપીના એક વરિષ્ઠ નેતાએ ન્યૂઝ18ને કહ્યું કે, જો રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે તો તે 'ભાજપને મદદ કરશે', કારણ કે તેઓ હંમેશા કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરશે, જેનાથી ભગવા પાર્ટીને જ ફાયદો થશે. બીજેપી નેતાએ કહ્યું કે, "રાહુલ ગાંધી મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન પહેલાથી જ ગુજરાત વિરુદ્ધ બોલી રહ્યા છે, અને કહે છે કે તમામ મોટા પ્રોજેક્ટ મહારાષ્ટ્રથી ગુજરાતમાં જઈ રહ્યા છે. તેમના આવા નિવેદનોનો ફાયદો આપણને મળી રહ્યો છે. વાસ્તવમાં ભાજપ તેમના નિવેદનોના આધારે રાહુલ અને કોંગ્રેસની ગુજરાત વિરોધી છબી ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन