Video : રાહુલ ગાંધીએ અમદાવાદમાં ગુજરાતી ભોજનની માણી લિજ્જત
News18 Gujarati Updated: July 12, 2019, 3:42 PM IST

ત્યાંનાં સ્ટાફ અને મુલાકાતીઓએ રાહુલ ગાંધી સાથે સેલ્ફી લીધી હતી.

- News18 Gujarati
- Last Updated: July 12, 2019, 3:42 PM IST
પ્રણવ પટેલ, અમદાવાદ : રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે. એડીસી બેંક તરફથી દાખલ કરવામાં આવેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈના દિવસે હાજર થવા માટે સૂચના આપી છે. રાહુલની ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજીસ્ટ્રેટ એસ.કે ગઢવી સામે જુબાની લેવાશે. આ માટે તેમનું પ્રદેશ કોંગ્રેસનાં મોટા નેતા અને કાર્યકર્તાઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવમાં આવ્યું. જે બાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે કોર્ટની જુબાની માટેનાં નિવેદન માટે વકીલો અને કોંગ્રેસનાં મોટા નેતાઓ સાથે ચર્ચા વિતારણા કરી હતી. આ બાદ તેઓ શહેરનાં લો ગાર્ડનમાં આવેલી સ્વાતિ રેસ્ટોરન્ટમાં જઇને ગુજરાતી ભોજનની મઝા માણી હતી.
જ્યારે તેઓ સ્વાતિ હોટલમાં ભોજન લઇ રહ્યાં હતાં ત્યારે તેમની સાથે કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી, અર્જૂન મોઢવાડિયા, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યાં હતાં. ત્યાંનાં સ્ટાફમાં પણ ઘણો ઉત્સાહ દેખાઇ રહ્યો હતો. ત્યાંનાં સ્ટાફ અને મુલાકાતીઓએ રાહુલ ગાંધી સાથે સેલ્ફી લીધી હતી. મહત્વનું છે કે આ પહેલા પણ વિધાનસભા ચૂંટણી સમયે પણ રાહુલે સ્વાતિ રેસ્ટોરન્ટમાં જમણ લીધું હતું.
બીજી તરફ રાહુલ ગાંધીનાં અમદાવાદ આગમનને કારણે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ કાર્યકર્તાઓ રાહુલ ગાંધીનાં કાર્યક્રમનાં માર્ગમાં મોટી સંખ્યામાં ભેગા થયા છે.

Loading...