Home /News /ahmedabad /Gujarat Election 2022: રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને આપ્યા આઠ વાયદા- રોજગારી, શિક્ષણ, ભ્રષ્ટાચાર અંગે કરી જાહેરાતો

Gujarat Election 2022: રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને આપ્યા આઠ વાયદા- રોજગારી, શિક્ષણ, ભ્રષ્ટાચાર અંગે કરી જાહેરાતો

રાહુલ ગાંધી

ટ્વિટર પર ગુજરાત કોંગ્રેસ દ્વારા આ અંગે ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, 'અમારા વાયદા હવે બનશે કાયદા. ગુજરાતની પ્રજાની ખુશહાલી માટે પહેલા પણ કોંગ્રેસની સરકારે જ કામ કર્યું હતું અને 2022માં સરકાર બન્યા પછી કોંગ્રેસની સરકાર જ કરશે.'

વધુ જુઓ ...
    અમદાવાદ : આજે કોંગ્રેસે ગુજરાતની ચૂંટણી માટેનું રણશિંગુ ફૂંકી દીધુ છે. આજે રાહુલ ગાંધીએ અમદાવાદના રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન કરતા ભાજપ પર અનેક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ સંબોધનમાં ભાજપને આડે હાથે લેતા જણાવ્યુ કે, ભાજપે સરદાર પટેલની સૌથી મોટી મૂર્તિ બનાવી. સરદાર પટેલ માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ તે ગુજરાત અને હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. જો તમે સરદાર પટેલજીના ભાષણો સાંભળશો કે વાંચશો તો તેમણે ખેડૂતો વિરુદ્ધ કાંઇ નથી કહ્યુ. ભાજપ એક તરફ સરદાર પટેલની દુનિયામાં સૌથી મોટી મૂર્તિ બનાવી દે છે તો બીજી બાજુ તેમને જે માટે કામ કર્યું તેમની વિરુદ્ધમાં આખો સમય કામ કરે છે.

    આ ઉપરાંત, સંબોધનમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા છે. ટ્વિટર પર ગુજરાત કોંગ્રેસ દ્વારા આ અંગે ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, 'અમારા વાયદા હવે બનશે કાયદા. ગુજરાતની પ્રજાની ખુશહાલી માટે પહેલા પણ કોંગ્રેસની સરકારે જ કામ કર્યું હતું અને 2022માં સરકાર બન્યા પછી કોંગ્રેસની સરકાર જ કરશે.'

    રાહુલ ગાંધીની મોટી જાહેરાત, 'અમારી સરકાર બનશે તો ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ કરીશું'

    રાહુલ ગાંધીની ગુજરાતની જનતાને આપેલા વાયદા


    - ગુજરાતના પશુપાલકોને પ્રતિ લીટર દૂધ પર 5 રૂપિયા સબસિડી આપીશું.
    - કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતમાં 500 રૂપિયામાં રાંધણ ગેસનો બાટલો આપીશું.
    - ભાજપે હજારો શાળાઓ બંધ કરી પરંતુ અમારી સરકાર બનતા જ ગુજરાતમાં 3000 જેટલી અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ બનાવીશું.
    - કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને કોંગ્રેસની સરકાર ચાર લાખ રૂપિયા વળતર આપશે.



    - ગુજરાત મોડલમાં ઉદ્યોગપતિઓને જમીનો તરત જ મળી જાય છે પરંતુ ખેડૂતોને જમીન મળતી નથી. ગુજરાત મોડેલ બે-ત્રણ ઉદ્યોગપતિઓનું મોડલ છે.
    -કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતના બેરોજગાર યુવાનો માટે દસ લાખ સરકારી નોકરીની ભરતી કરીશું અને બેરોજગાર યુવાનોને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું
    - ગુજરાતના નાગરિકોને 10 લાખ સુધી સારવાર મફત આપીશું :
    - છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારોની તપાસ કરીને ભ્રષ્ટાચારીઓને જેલમાં ધકેલીશું
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Politics, અમદાવાદ, ગુજરાત, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन