Home /News /ahmedabad /Gujarat Election 2022: રાહુલ ગાંધી આજે આવશે ગુજરાત, અમદાવાદમાં 52 હજાર કાર્યકર્તાઓને સંબોધશે

Gujarat Election 2022: રાહુલ ગાંધી આજે આવશે ગુજરાત, અમદાવાદમાં 52 હજાર કાર્યકર્તાઓને સંબોધશે

રાહુલ ગાંધી ફાઇલ તસવીર

Rahul Gandhi in Gujarat: અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ખાસ ઉપસ્થિતિમાં પરિવર્તન સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

  અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને થોડા મહિનાઓ જ બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આજે અમદાવાદમાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી આજે સવારે 11 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પરથી તે અમદાવાદ એનેક્ષી જશે જ્યાંથી રિવરફ્રન્ટ આયોજીત સંકલ્પ સંમેલનમાં જશે.  અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ખાસ ઉપસ્થિતિમાં પરિવર્તન સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

  રાહુલ ગાંધી આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બૂથ કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. તેઓ આજે 52 હજાર જેટલા કાર્યકર્તાઓને સંબોધશે. બપોરે અઢી વાગ્યાની આસપાસ ગાંધી આશ્રમ જશે. ત્યાંથી સીધા દિલ્હી રવાના થશે. રાહુલ ગાંધી સાથે દિગ્ગજ નેતાઓ જેવા કે, અશોક ગેહલોત, રઘુ શર્મા સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે.
  આજે ગુજરાત કોંગ્રેસની પહેલા સ્ક્રિનીગ કમિટીની બેઠક મળશે. કોંગ્રેસ કાર્યલાય ખાતે મોડી સાંજે છ કલાકે ઉમેદવાર પસંદગી પક્રિયાની કામગીરી શરૂ થશે.

  કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીના પ્રવાસથી બુથના કાર્યક્રમોમાં ઉત્સાહનો સંચાર થશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઊતરશે. જગદીશ ઠાકોરના જણાવ્યા અનુસાર કોંગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરી છે. કોંગ્રેસ આ વખતે બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈ મેદાને છે.

  અમિત શાહે ચૂંટણી વચનને લઈને AAPને ઘેરી, કોંગ્રેસ પર પણ સાધ્યું નિશાન

  રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા કોંગ્રેસને ઝટકો


  ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વનાથસિંહે પત્રમાં કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. 'મારા જેવા હજારો યુવાનો પક્ષમાં સમય વેડફે છે. પક્ષમાં જૂથવાદને કારણે દુશ્મનો પેદા થાય છે. જનતાએ પક્ષને ખુબ તકો આપી પણ પક્ષ નિષ્ફળ'વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામાની શરૂઆતમાં જ લખ્યુ કે, હું મારી જાતને કોંગ્રેસ પક્ષમાંથી મુક્ત કરું છુ. 2016 અને 2021 બંને ચૂંટણીમાં થઇને એક કરોડ 70 લાખ જેટલા રૂપિયા મેં અને મારા ગ્રુપે ભેગા મળીને પક્ષને આપ્યા હતા ત્યારે પક્ષે મને આ પદ આપ્યા હતા. આથી કહી શકાય કે, કોંગ્રેસે પક્ષે મને જે કોઇ મોટા પદો આપ્યા એ મારી પાસેથી પૈસા લઇને વેચાતા આપ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Elections, Gujarat Politics, અમદાવાદ, ગુજરાત, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन