Home /News /ahmedabad /હર્ષદ રીબડિયાના રાજીનામા પર રઘુ શર્માનો સનસનીખેજ આરોપ, કહ્યું- 'પૈસા માટે પાર્ટી છોડી'

હર્ષદ રીબડિયાના રાજીનામા પર રઘુ શર્માનો સનસનીખેજ આરોપ, કહ્યું- 'પૈસા માટે પાર્ટી છોડી'

હર્ષદ રીબડિયા પર રઘુ શર્માનો સનસનીખેજ આરોપ

Harshad Ribadia: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી છે. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું. આવતી કાલે તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે. હર્ષદ રીબડિયા પર કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનો સનસનીખેજ આરોપ. કોંગ્રેસ પ્રભારી શર્માએ કરોડોનો ઓફર થઈ હોવાનો આરોપો લગાવ્યો.

વધુ જુઓ ...
    ગુજરાત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા પાર્ટીમા ખડભડાટ મચી ગયો છે. ત્યારે હવે હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આવતી કાલે તેઓ ભાજપનો ખેસ ધારણ કરવાનાં છે. ગઈકાલે રાજીનામું આપ્યા બાદ આવતી કાલે તેઓ કમલમ ખાતે કેસરિયા ધારણ કરશે. પોતાનો કાર્યકર્તાઓ સાથે હર્ષદ રિબડીયા વિધિવત ભાજપમાં પ્રવેશ કરશે.

    રીબડિયાને કરોડોનો ઓફર થઈ: કોંગ્રેસ પ્રભારી રધુ શર્મા


    ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું. તેમણે વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતુ. કોગ્રેસને છોડ્યા બાદ હર્ષદ રિબડીયા ટૂંક જ સમયમાં કેસરિયા ધારણ કરવાના છે. આવતી કાલે પોતાના દરેક કાર્યકરો સાથે કમલમ ખાતે કેસરિયો ધારણ કરશે. આ સાથે જ હર્ષદ રીબડિયાને લઈને કોંગ્રેસનો મોટો ઘટસ્ફોટ થયો છે, કારણ કે, કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હર્ષદ રિબડિયા પર ખુબ જ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પ્રભારી શર્માએ કહ્યું કે રીબડિયાને કરોડોનો ઓફર થઈ હોવાનો આરોપો લગાવ્યો છે. આ સાથે જ રધુ શર્માએ આપ પર પણ આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, કેજરીવાલ દિલ્હીમાં આપલા વાયદા પૂરા કર્યા નથી તે ગુજરાતમાં કેવી રીતે વાયદા પૂરા કરશે.


    કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે.


    હર્ષદ રિબડિયાએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોપ્યું હતું. જણાવી દઈએ કે, હર્ષદ રિબડિયાએ ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. તેના બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની અટકળો પણ શરૂ થઈ હતી. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી દીધુ હતું. હર્ષદ રિબડિયાએ આજે ​​સ્પીકર નીમાબેન આચાર્યને મળ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ બાદ, સ્પીકર નીમાબેન આચાર્ય દ્વારા ધારાસભ્યનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. એવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે. હાલ આ વાત સ્પષ્ઠ થઈ નથી કે, તેઓ આગળ કઈ પાર્ટીમાં જોડાશે.

    આ પણ વાંચો: વડોદરામાં કોલેજીયન યુવાનની તેના મિત્રએ જ કરી હત્યા

    ચૂંટણીના ગણતરીના જ દિવસોમાં કોંગ્રેસને મોટો ઝટકો


    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા પાર્ટીમા ખડભડાટ મચી ગયો હતો. હર્ષદ રિબડિયાએ કાલે ​​મોડી સાંજ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોપ્યું હતું. કાલ સુધી તેઓ કઈ પાર્ટીમાં જોડાવાના છે તેનું કાઈ નક્કી નહોતુ. જ્યારે આજે જાહેર થયું છે કે, તેઓ કાલે વિધિવત કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરવાના છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: BJP Guajrat, Gujarat Elections, Gujarat Politics, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ

    विज्ञापन
    विज्ञापन