Home /News /ahmedabad /ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: દિવ્યાંગ મતદારો માટે PWD APP જાણો શા માટે મહત્વની?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: દિવ્યાંગ મતદારો માટે PWD APP જાણો શા માટે મહત્વની?

Pwd એપ્લિકેશનને મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: દિવ્યાંગ લોકોએ મતદાન મથકો પર ચોક્કસ પ્રકારની સુવિધા જોઈએ છે. તો આટલું કરવું પડશે

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ : રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણી પંચ મતદારોમાં મતદાન માટે જાગૃતિ કાર્યક્રમો અને મતદાન બુથ સુધીની વ્યવસ્થાની તૈયારી કરી રહ્યા છે. તેમજ દિવ્યાંગ મતદારો અને સિનિયર સીટીઝન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો માટે PWD APP શરૂ કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગ લોકો નવું રજીસ્ટ્રેશન કરવનું હોય તો કરી શકશે. તેમજ મતદાન બુથ પર વહીલર ચેરની જરૂર હોય તો એડવાન્સ બુક કરવી શકશે. અમદાવાદ જિલ્લાના 30,239 જેટલા દિવ્યાંગ મતદારો છે.એપ્લિકેશનમાં ભરશે તે પ્રમાણે દિવ્યાંગ લોકોને મતદાન બુથ પર જરૂરી સુવિધાઓ આપવામાં આવશે. 2022 નું ઇલેકશન અધિકારીઓ દ્વારા ટેકનોલોજી નો વધુમાં વધુ ઉપયોગ કરીને મતદારોને અગવડ ના પડે અને સારી સુવિધા મતદરોને મળી શકે.

ચૂંટણી અધિકારી સી. પી. પટેલે જણાવ્યું છે કે, સિનિયર સીટીઝન અને દિવ્યાંગ લોકોને મતદાન મથકો પર અગવડ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે તેમજ pwd એક સારી એપ્લિકેશન છે. જેના પરથી દિવ્યાંગ લોકોને ચોક્કસ પ્રકારની સહાયની જરૂર હશે તો એપ્લિકેશન પરથી ફોર્મ ભરી સબમીટ કરવી શકશે. જેના કારણે મતદાનના દિવસે મતદાન મથક પર સુવિધા મળી શકશે.

Pwd એપ્લિકેશનને મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર બાદ લોગીન કરવાનું રહેશે. જેમાં મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગીન કરી શકાશે.

આ પણ વાંચો: આપે જાહેર કરી ઉમેદવારોની 11મી યાદી

Pwd facilitation નું ઓપ્શન આવશે


આ ઓપ્શનમાં  દિવ્યાંગ લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરી શકશે જેમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે નવા  દિવ્યાંગ મતદાર હોય તો એ રજીસ્ટ્રેશન કરી શકશે. તેમજ બીજું ઓપ્શન ચેન્જ કરવાનું આવશે. તેમજ દિવ્યાંગ લોકોને મતદાન મથક પર વિહીલ ચેરની જરૂર હોય તો એપમાં આપેલા ઓપ્શનમાં જઈને બુક કરવી શકશે. ફોર્મમાં પોતાનું નામ વિધાનસભા બેઠકનું નામ અને બુથનું નામ લખવાનું રહેશે જેથી મતદાન કરવા જાય ત્યારે તેના માટે વહીલ ચેરની સુવિધા ઉપલબ્ધ હશે.
" isDesktop="true" id="1280068" >

New voter registration


જેમાં નામ, મોબાઈલ નંબર, સ્ટેટ, જિલ્લો,  વિધાનસભા બેઠક, ઘરનો નંબર, ગામ અથવા જે શહેરમાં રહે છે તેનું નામ ભરવાનું રહેશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन