LIVE: પંજાબ ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, મનોહર પારિકરે પણજીમાં કર્યું મતદાન

Haresh Suthar | News18 Gujarati
Updated: February 4, 2017, 9:22 AM IST
LIVE: પંજાબ ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, મનોહર પારિકરે પણજીમાં કર્યું મતદાન
પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂંટણીને લઇને મતદાન શરૂ થયું છે. એક જ તબક્કામાં આ બંને રાજ્યોમાં આજે મતદાન થઇ રહ્યું છે. ગોવામાં 40 વિધાનસભા બેઠકો અને પંજાબમાં 117 વિધાનસભા બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 4, 2017, 9:22 AM IST
નવી દિલ્હી #પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂંટણીને લઇને મતદાન શરૂ થયું છે. એક જ તબક્કામાં આ બંને રાજ્યોમાં આજે મતદાન થઇ રહ્યું છે. ગોવામાં 40 વિધાનસભા બેઠકો અને પંજાબમાં 117 વિધાનસભા બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.

બંને રાજ્યોમાં પોલિંગ બુથની બહાર મતદારોની લાંબી કતારો લાગી છે. ગોવામાં પણજીમાં કેન્દ્રિય રક્ષામંત્રી મનોહર પારિકરે મતદાન કર્યું છે. પટિયાલા શહેરમાં કેપ્ટન અમરિન્દરસિંહએ પ્રતિદ્વંદ્વી અકાલી દળના ઉમેદવાર જનરલ જેજે સિંહએ પણ મતદાન કર્યું હતું.

પંજાબના ચૂંટણી મેદાનમાં પોતાનું ભાગ્ય અજવાવા જઇ રહેલા 1145 ઉમેદવારોમાં 81 મહિલાઓ છે. એક ટ્રાન્સજેન્ડર પણ ચૂંટણી મેદાનમાં છે. પંજાબમાં ભાજપા શિરોમણી અકાલી દળ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. ભાજપા 23 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે અને એમના ઉમેદવારોમાં માત્ર બે મહિલાઓ છે. શિરોમણી અકાલી દળ 94 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે અને એમાં 5 મહિલાઓ છે.
First published: February 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर