ધોનીના ફોર્મ અંગે ગાંગુલી બાદ સ્મિથે પણ કરી ટકોર, શું કહ્યું? જાણો

Haresh Suthar | News18 Gujarati
Updated: April 14, 2017, 11:52 AM IST
ધોનીના ફોર્મ અંગે ગાંગુલી બાદ સ્મિથે પણ કરી ટકોર, શું કહ્યું? જાણો
રાઇજિંગ પૂણે સુપર જાયન્ટ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે મહેન્દ્રસિંહ ધોનીનું સમર્થન કર્યું છે કે છેલ્લી ત્રણ મેચમાં રન માટે તરસી રહ્યો છે અને કહ્યું કે, એમને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટનના ફોર્મને લઇને કોઇ ચિંતા નથી.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 14, 2017, 11:52 AM IST
નવી દિલ્હી #રાઇજિંગ પૂણે સુપર જાયન્ટ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે મહેન્દ્રસિંહ ધોનીનું સમર્થન કર્યું છે કે છેલ્લી ત્રણ મેચમાં રન માટે તરસી રહ્યો છે અને કહ્યું કે, એમને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટનના ફોર્મને લઇને કોઇ ચિંતા નથી.

સ્મિથે ગુજરાત લાયન્સ વિરૂધ્ધ આઇપીએલ મેચ પહેલા કહ્યું હતું કે, હું ધોનીના ફોર્મથી પરેશાન નથી. તે બહેતરીન ખેલાડી છે અને હજુ અમે માત્ર ત્રણ મેચો જ રમી છે, આ બેટથી આગામી દિવસોમાં સારૂ પ્રદર્શન થશેજ.

તેમણે દિલ્હી ડેયર ડેવિલ્સ વિરૂધ્ધની મેચ અંગે કહ્યું કે, આ મેચમાં મારૂ અને મારી ટીમનું પ્રદર્શન નિરાશાજનક હતું કારણ કે હું ફીટ ન હતો અને ટીમ હારી ગઇ છે. ક્યારેક તમે પણ બિમાર થઇ જાવ છે પરંતુ હવે હું બહાર આવી ગયો છું આગામી મેચ માટે તૈયાર છું.

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ધોનીની બેટીંગ પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે આ સવાલ ટી20ના પ્રદર્શનને લઇને છે. ગાંગુલીએ માન્યું તે ધોની વન ડે ઇન્ટરનેશલનો ચેમ્પિયન ખેલાડી છે. પરંતુ તે એમ ન કહી શકે કે ધોની ટી20 માટે પણ સારો ખેલાડી છે.
First published: April 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर