Home /News /ahmedabad /પીએસઆઈને તેની પત્નીની પિતરાઈ બહેન સાથે થઈ ગયું ઇલું ઇલું; ઘરે આવીને કરી એક ભૂલ, જાણો પૂરી હકીકત
પીએસઆઈને તેની પત્નીની પિતરાઈ બહેન સાથે થઈ ગયું ઇલું ઇલું; ઘરે આવીને કરી એક ભૂલ, જાણો પૂરી હકીકત
જાણો પૂરી હકીકત
Complaint Of Harassment: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પ્રેમી સામે છેડતી અને ઘરમાં ગેરકાયદે પ્રવેશની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવતીનો પ્રેમી અન્ય કોઈ નહીં પરંતુ તેની પિતરાઈ બહેનનો પતિ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પ્રેમી સામે છેડતી અને ઘરમાં ગેરકાયદે પ્રવેશની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી યુવતીનો પ્રેમી અન્ય કોઈ નહીં પરંતુ તેના મોટા બાપાનો જમાઈ એટલે કે, યુવતીની પિતરાઈ બહેનનો પતિ હોવાનું સામે આવ્યું છે. આ યુવતી અને પ્રેમી પીએસઆઇ બંનેએ મૈત્રી કરાર પણ કર્યો હતો અને બાદમાં સાથે રહેતા હતા. પરંતુ થોડા સમય પછી યુવતી તેના ઘરે આવી જતા પીએસઆઇ તેના ઘરે આવ્યો હતો અને ગેરકાયદે પ્રવેશ કરી તેને લઈ જવાનું કહી હાથ પકડી છેડતી કરી હતી.
યુવતી અને પીએસઆઈ વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો
મૂળ બોટાદની અને હાલ અમદાવાદમાં રહેતી 31 વર્ષીય યુવતી તેની માતા તથા પિતા સાથે રહે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2009માં બોટાદ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. જેના થકી સંતાનમાં તેને એક દીકરો અને દીકરી પણ છે, જે બોટાદમાં રહે છે. આ યુવતીના કૌટુંબિક મોટા બાપાની દીકરીના લગ્ન બોટાદના એક વાયરલેસ પીએસઆઇ સાથે થયા હતા. આ પિતરાઈ બહેનનો પતિ બોટાદ એકલો રહેતો હતો ત્યારે આ યુવતી અને તે પીએસઆઇ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. થોડા મહિના પહેલા બંનેએ બોટાદ ખાતે મૈત્રી કરાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ યુવતીએ તેના પ્રેમી પીએસઆઇ સામે અરજી કરી હતી. જેનું નિવેદન લખાવવા તે ગઈ હતી. આ દરમિયાન યુવતીના પિતા બોટાદ ખાતે યુવતીને લઈ જવા માટે આવતા તે તેના પિતા સાથે પિયરમાં આવી ગઈ હતી. ગઈકાલે આ યુવતી તેના ઘરે હાજર હતી ત્યારે તેનો પીએસઆઇ પ્રેમી ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી આ યુવતી જે રૂમમાં સૂતી હતી ત્યાં જઈ તેનો હાથ પકડીને ચાલ મારી સાથે હું તને લેવા આવ્યો છું તેમ કહી ખેંચવા લાગ્યો હતો. જેથી યુવતીએ પીએસઆઈ સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે.
યુવતીના ઘરે બનેલી આ ઘટનાને લઈને યુવતીએ છેડતી અને ગેરકાયદે પ્રવેશ કરવા બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, પીએસઆઈ યુવતીની પિતરાઈ બહેનનો પતિ છે. જો કે, યુવતીને પણ એક છોકરો અને છોકરી છે. યુવતી અને પીએસઆઈ સાથે મૈત્રી કરાર પણ થયા હતા. પરંતુ પીએસઆઈ ગેરકાયદેસર ઘરમાં આવીને યુવતીનો હાથ પકડીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી છે.