Home /News /ahmedabad /હાટકેશ્વર બ્રિજ મામલોઃ કોંગ્રસે કમિશનર ઓફિસ બહાર પોસ્ટર ચોંટાડીને નોધાવ્યો વિરોધ


હાટકેશ્વર બ્રિજ મામલોઃ કોંગ્રસે કમિશનર ઓફિસ બહાર પોસ્ટર ચોંટાડીને નોધાવ્યો વિરોધ


હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોંગ્રેસે કમિશનર ઓફિસમાં ચોંટાડ્યા સ્ટીકર

Hartkeshwar Bridge: કોંગ્રેસે હાટકેશ્વર બ્રિજ મામલે જવાબદારો સામે પગલા લેવા અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા કમિશનર ઓફિસની બહાર પોસ્ટર્સ પણ ચોંટાડવામાં આવ્યા હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરના હાટકેશ્વર બ્રિજ ગાબડા પડવાનો મામલો શાંત પડવાનું નામ નથી લઇ રહ્યો. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે એએસમી કમિશનર ઓફિસ બહાર પોસ્ટર લગાવી જવાબદાર અધિકારી અને બ્રિજ કોન્ટ્રાક્ટરને બ્લેક બિલ્સટ કરવાની માંગ કરવામાં આવી છે. એએમસી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા એએસમી કચેરીમાં કમિશનર એમ. થેન્નારસનમી ઓફિસ બહાર પોસ્ટર મારી વિરોધ નોધાવ્યો હતો.

શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ હતું કે હાટકેશ્વર બ્રિજ પાંચ વર્ષમાં 6થી વઘુ ગાબડાઓ પડ્યા છતા કોઇ કાર્યવાહી કોન્ટ્રાક્ટર કે અધિકારી પર કરવામાં આવી નથી. બ્રિજ નિર્માણમાં હલકી ગુણવતાના કોક્રિટનો વપરાશ થયો હોવાનો રીપોર્ટ ખુદ સરકારી એજન્સીઓ આપી રહી છે. છતા બ્રિજ મુદે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. બ્રિજ કોન્ટ્રાક્ટર અજય એન્જી. ઇન્ફા. પ્રા. લી અને એએમસી બ્રિજ વિભાગના વડા હિતેશ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. તેમણે માંગ કરી છે કે કોન્ટ્રાક્ટર કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેમજ અધિકારીને સસ્પેન્ડ કરવા જોઇએ. કમિશનર ઓફિસ બહાર પોસ્ટર લગાવી વિરોધ નોધાવ્યો છે. આગામી સમયમાં હજુ ઉગ્ર વિરોધ કરવામા આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ લીંબડીમાં આખલાની અડફેટે સ્કૂલે જતાં માસૂમનું મોત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલા ખોખરાના બ્રિજનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. કોંગ્રેસ કોર્પોરેટર અને વેપારીઓએ પોલીસમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ માટે અરજી આપી હતી.

અમદાવાદ કોર્પોરેશન નો ખોખરા બ્રિજ હવે તંત્ર માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. કોર્પોરેશન અને કોન્ટ્રકટર સામે વેપારીઓ અને કોંગ્રેસે મોરચો માંડ્યો છે. જેમાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રકટર સામે પોલીસમા અરજી આપવામાં આવી છે. ખોખરા પોલીસ સ્ટેશન મા જવાબદાર 4 લોકો સામે ફરિયાદ કરવામાં આવી. કોંગ્રેસ કોર્પોરેટર અને  પૂર્વ કોર્પોરેટર સાથે વેપારીઓ પણ હાજર રહયા હતા.


ખોખરા બ્રિજમાં મુખ્ય 4 લોકો સામે પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી.. જેમાં અજય એન્જી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સલ્ટન્ટ ડેલ્ફ કંપની, સુપરવિઝન કન્સલ્ટન્ટ કંપની અને AMC ના સિટી એન્જિનિયર આ ચાર લોકો સામે પોલીસમાં અરજી આપવામાં આવી છે. જેમાં છેતરપિંડી, મંડળી રચી કાવતરું, જેવી ગંભીર કલમો સાથે ફરિયાદની માગ કરવામાં આવી છે.


ખોખરાના આ બ્રિજ અંગે જો પોલીસ ફરિયાદ લેવાની ના પાડે તો આગામી દિવસોમાં તમામ લોકો હાઇકોર્ટ સુધી લડી લેવાના મૂડમાં છે. સ્થાનિકો આ બ્રિજના ટ્રાફિક ત્રાસ અને કૌભાંડ ના લીધે ત્રાસી ગયા છે.
Published by:Tejas Jingar
First published:

Tags: Ahmedabad news, AMC News, Gujarati news