સુરતઃઅપ્રમાણસર મિલ્કતમાં પ્રકાશ પાટીલ જેલ હવાલે

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતઃઅપ્રમાણસર મિલ્કતમાં પ્રકાશ પાટીલ જેલ હવાલે
સુરતઃઅપ્રમાણસર મિલ્કતમાં સસ્પેન્ડેટ ASI પ્રકાશ પાટીલ જેલ હવાલે કરાયા છે. 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં બારડોલી કોર્ટમાં રજૂ કરાયો હતો.પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહિ કરતા પાટીલને સુરત લાજપોર જેલ ખસેડાયો છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતઃઅપ્રમાણસર મિલ્કતમાં સસ્પેન્ડેટ ASI પ્રકાશ પાટીલ જેલ હવાલે કરાયા છે. 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં બારડોલી કોર્ટમાં રજૂ કરાયો હતો.પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહિ કરતા પાટીલને સુરત લાજપોર જેલ ખસેડાયો છે. સુરત જિલ્લામાં ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડેડ ASI પ્રકાશ પાટીલ  વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિ મામલે કડોદરા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. જિલ્લા પોલીસ ની  તપાસ બાદ 900 ગણી વધુ સંપત્તિ બહાર આવી હતી.જે મુદ્દે આરોપી પ્રકાશ પાટીલને બારડોલી કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ પોલીસે માગ્યા હતા.જોકે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે આજે પૂર્ણ થતાં ફરી પ્રકાશ પાટીલને બારડોલી કોર્ટમાં રજૂ કરાયો હતો.જ્યાં પોલીસે વધુ રિમાન્ડ નહિ માંગતા કોર્ટ આરોપી પ્રકાશ પાટીલને સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપવા આદેશ કર્યો હતો.
First published: February 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर