Home /News /ahmedabad /વરસાદમાં એક કલાકમાં 5 હજાર લીટર પાણી ભૂગર્ભમાં ઉતારવાનો પ્રોજેક્ટ, જાણો કેવુ છે આયોજન

વરસાદમાં એક કલાકમાં 5 હજાર લીટર પાણી ભૂગર્ભમાં ઉતારવાનો પ્રોજેક્ટ, જાણો કેવુ છે આયોજન

પાણી ભૂગર્ભમાં ઉતારવાનો પ્રોજેક્ટ

Rainwater Will Fall Into The Ground: અમદાવાદના પાલડી વિસ્તારની સ્માર્ટસ્કૂલમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ શરુ કરી દેવાયો છે અને ત્યાર બાદ થલતેજ સહિત અન્ય 20 સ્માર્ટ સ્કૂલમાં આ પ્રોજેક્ટ અમલી બને તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. વરસાદની સિઝનમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક જગ્યાએ મેઘરાજાની ધમાકેદાર પધરામણી જોવા મળતી હોય છે.

વધુ જુઓ ...
અમદાવાદ: જો વરસાદની સીઝનમાં એક કલાકમાં 5 હજાર લીટર વરસાદી પાણી જમીનમાં ઉતરે તો? અને વરસાદ સીઝન સહિત આખા વર્ષમાં 2 લાખ લીટરથી વધુ વરસાદી પાણી જમીનમાં ઉતરે તો? તો ચોક્કસથી જે તે વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંચા આવી શકે છે. આ પ્રોજેક્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્માર્ટ સ્કૂલમાં અપનાવ્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારની સ્માર્ટસ્કૂલમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ શરુ કરી દેવાયો છે અને ત્યાર બાદ થલતેજ સહિત અન્ય 20 સ્માર્ટ સ્કૂલમાં આ પ્રોજેક્ટ અમલી બને તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

રાજ્યભરમાં અત્ર તત્ર સર્વત્ર મેઘસવારી


ગત વર્ષે રાજ્યનો ભાગ્યે જ કોઈ જિલ્લો એવો હશે જે વરસાદ વિના કોરો રહ્યો હોય. બાકી રાજ્યભરમાં અત્ર તત્ર સર્વત્ર મેઘસવારી જોવા મળી હતી. હાલના સમયમાં વરસાદના પાણીને ભૂર્ગભમાં ઉતારી નીચા જઈ રહેલા જળસ્તરને ફરી રીચાર્જ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. ત્યારે અમદાવાદની સરકારી શાળાઓમાં પણ આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. હાલમાં પાલડીની સ્માર્ટ સ્કૂલમાં રેઈન વોટર હારવેસ્ટીંગ એન્ડ રિચાર્જનો પ્રોજેક્ટ અમલી કરી દેવાયો છે. હવે ધીરેધીરે અન્ય 20 જેટલી સ્માર્ટ સ્કૂલમાં આ પ્રોજેક્ટ અમલી કરવામાં આવશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા એક ખાનગી સંસ્થા સાથે જોડાણ કરી આ પ્રોજેક્ટ અમલ કર્યો છે. સ્કૂલ બોર્ડના સત્તાધીશોના મતે સામાન્ય રીતે વરસાદ પડે ત્યારે તે પાણી વહી જતું હોય છે પરંતુ જો તેનો સિસ્ટેમેટિક ઉપયોગ કરવામાં આવે અને ફરી જમીનમાં ઉતારવામાં આવે તો ઉંડા ગયેલા જળસ્તર ઉંચા આવી શકે તેમ છે જેના ભાગરુપે વોટર રિચાર્જિંગ સિસ્ટમ અમલી બનાવી છે.

આ પણ વાંચો: વડોદરામાં પોલીસકર્મીઓએ હોટલમાં ઘૂસી ગ્રાહકોને ભગાડ્યા, સંચાલકને પણ માર માર્યો

કેવી રીતે જળસ્તર આવશે ઉંચા?


સ્માર્ટ સ્કૂલના 5 હજાર સ્વેર મીટરના ધાબા પર જે વરસાદી પાણી પડે છે તે સીધુ ભુગર્ભમાં ઉતરે તેવી સિસ્ટમ લગાવવામાં આવી છે. વોટર રિચાર્જિંગ સિસ્ટમ સાથે વોટર કેલ્યુલેટર મીટર જોડવામાં આવ્યું છે, કેટલું પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે, તેની માહિતી આ મીટર દ્વારા મળી રહેશે. એક અંદાજે એક સ્માર્ટ સ્કૂલમાં વરસાદમાં એક કલાકમાં 5 હજાર લિટરથી વધુ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે અને આ પ્લાન્ટથી આખા વર્ષમાં 2 લાખ લીટર પાણી જમીનમાં ઉતારવામાં આવે તો આસપાસના વિસ્તારોના જળસ્તર ઉંચા આવશે. આ પ્રયોગ એકસ્મા્ર્ટ સ્કૂલ પુરતો સિમિત નહિ રહેતા અન્ય 20 સ્માર્ટ સ્કૂલમાં અમલી બનાવવાનું આયોજન છે.

આ પણ વાંચો: બોટાદ સિટી મામલતદાર આવ્યા વિવાદમાં, રસ્તા વચ્ચે ટ્રેક્ટર ચાલકને વગર વાંકે ઢોર માર માર્યો

કેવી રીતે વર્ક કરે છે વોટર રિચાર્જિંગ સિસ્ટમ?


રેઇન વોટર હારવેસ્ટિંગ અને રિચાર્જ માટે બે અલગ અલગ ટાંકા બનાવવામાં આવ્યા છે. સ્કૂલના ધાબામાંથી આવતું વરસાદી પાણી સાથે કચરો ન જાય અને ચળાઈને કે ગળાઈને પાણી અંદર ઉતરે તે માટે ટાંકામાં રેતી અને કપચી પાથરવામાં આવી છે. જેથી ચોખ્ખુ પાણી જમીનમાં ઉતરે છે. ઉલ્લેખનીય છે કે, આ પદ્ધતિના કારણે ભવિષ્યના વપરાશ માટે પાણીનો સંગ્રહ કરી શકાશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, Rain water, Water level

विज्ञापन