Gujarat Titans: ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બે દિવસ ખેલાડીઓની ટ્રાયલ લેવામાં આવી હતી. ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી અને હેડ કોચ આશિષ નહેરાએ આજે મીડિયા સાથેની ઇન્ટરએક્ટિવ સેશનમાં ભાગ લીધો હતો.
ગુજરાત: ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બે દિવસ ખેલાડીઓની ટ્રાયલ લેવામાં આવી હતી. ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી અને હેડ કોચ આશિષ નહેરાએ આજે મીડિયા સાથેની ઇન્ટરએક્ટિવ સેશનમાં ભાગ લીધો હતો. જ્યાં ટાઇટન્સે તેનાં હોમ ગ્રાઉન્ડ-નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખેલાડીઓની હરાજી પૂર્વે ટ્રાયલ લીધી હતી. તારીખ 8 અને 9 ડિસેમ્બર એમ બે દિવસ દરમિયાન ખેલાડીઓની ટ્રાયલ લેવામાં આવી હતી. જેમાં ભારતનાં આશાસ્પદ સ્થાનિક ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટ્રાયલમાં કુલ 52 ખેલાડીઓએ ટ્રાયલમાં ભાગ લીધો હતો.
હોમ ગ્રાઉન્ડમાં ગુજરાતની યાદગાર પળ: આશિષ નહેરા
યુવા પ્રતિભાને ઓળખી કાઢવા બે દિવસનાં કેમ્પનું આયોજન અંગે વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘આ ટ્રાયલમાં કેટલાંક આશાસ્પદ ખેલાડીઓને ઓળખવાની તેઓ તક આપશે.’ ગુજરાત ટાઈટન્સનાં કોચ આશિષ નહેરાએ પણ જણાવ્યું કે, ‘હોમ ગ્રાઉન્ડમાં ગુજરાત ટાઈટન્સનું જીતવું એ તેમની માટે યાદગાર પળ હતી. આગામી સમયમાં ટીમમાં એવાં ખેલાડીઓને પણ પસંદગી ઉતારવામાં આવશે સાથે ગુજરાતી ક્રિકેટરને પણ ચાન્સ આપવામાં આવશે.’
ગુજરાત ટાઈટન્સનાં કોચ આશિષ નહેરાએ જણાવ્યું કે, ‘ગુજરાત ટાઈટન્સ માટે કયાં પ્લેયર બેટર છે એ તો સમય બતાવશે, પરંતુ ફ્રેન્ચાઈઝીનું પ્લાનિંગ છે એ પ્રમાણે ત્રણથી ચાર પ્લેયરને ચેન્જ કર્યા છે. અન્ય પ્લેયર્સની એવેલિબીટી ચેક કરવી પડશે. ટીમને 2 ફાસ્ટ બોલર જોઈએ તો એ માટે ઘણાં લોકોની મેચ જોઈએ છે. ગુજરાત ટાઈટન્સનાં પ્લેયર્સે હાલ હોમ ગ્રાઉન્ડમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યા છે. હાલ તો સિઝન પણ ચાલુ છે. ગુજરાતી પ્લેયર્સ આવતાં રહ્યા છે. જેની પર પણ નજર છે. પ્રિયાંક પંચાલ ટીમનાં નેટ બેટર હતા. પ્રિયાંક પંચાલ ઈઝ ધ ગ્રેટ પ્લેયર પણ તમામ વિશે ઓક્શન બાદ જ ખ્યાલ આવી શકે છે.’
ગુજરાતના યંગસ્ટર્સ ગયા વર્ષ કરતાં આગળના સિઝનમાં સારી પ્રિપરેશન જરુરી છે. ટેલેન્ટ સ્કાઉટ કર્યુ છે. ઘણાં પ્લેયર્સની અમે મેચ જોઈ છે. વિજય હઝારે મેચ પણ જોઈ છે. પર્ફોમન્સ બાદ પ્રેકટિસ પણ જોઈ છે એટલે સિલેક્શન તો ઓક્શન પર નિર્ભર રહેશે. જેટલાં પ્લેયરને રિલિઝ કર્યા છે, એ પ્લેયરની રિપ્લેસ માટે ઓક્શન અને ઓપર્યુનીટી મહત્વની રહેશે.