અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો : આસિ. મેનેજર પત્નીએ પતિ અને પુત્રી સામે આપી ફરિયાદ

સામાન્ય રીતે પતિ અને સાસરિયાના લોકો પુત્રવધૂ સાથે મારપીટ કરવાના કેસો સામે આવતા હોય છે, પરંતુ અહીં તો દીકરી પણ માતા સાથે મારપીટ કરતી હતી.

News18 Gujarati
Updated: September 12, 2019, 8:43 AM IST
અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો : આસિ. મેનેજર પત્નીએ પતિ અને પુત્રી સામે આપી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 12, 2019, 8:43 AM IST
નવીન ઝા, અમદાવાદ : શહેરના આનંદનગર વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે મહિલા પોતાના પતિ અને સાસરિયા પક્ષ વિરુદ્ધ મારામારીની ફરિયાદ દાખલ કરતી હોય છે, પરંતુ વેજલપુરમાં એક મહિલાએ તેની પુત્રી અને પતિ સામે માર મારવાની ફરિયાદ આપી છે.

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન (Police Station)માં એક મહિલાએ તેની દીકરી અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. ભોગ બનનારી મહિલાનું કહેવું છે કે તેના પતિ અરવિંદ અને પુત્રી માનુશી તેની સાથે મારપીટ કરે છે. ફરિયાદી મહિલાનો આરોપ છે કે તેનો પતિ જ્યારે તેની સાથે મારપીટ કરે છે ત્યારે તેની દીકરી રોકવાને બદલે તેના પતિનો સાથ આપે છે અને તેને પકડી રાખે છે. આ કેસમાં ભોગ બનનારી મહિલા એક ખાનગી કંપનીમાં છેલ્લા 23 વર્ષથી આસિસ્ટન્ટ મેનેજર(Assistant Manager) તરીકે કામ કરે છે. તેનો પતિ છેલ્લા ચાર મહિનાથી તેના પર શંકા રાખી મારપીટ કરે છે. આ ઉપરાંત પતિએ મહિલા સાથે સંબંધો પણ કાપી નાખ્યા છે.

પ્રતિકાત્મક તસવીર


ગત 10મી સપ્ટેમ્બરના રોજ પીડિત મહિલા પોતાના ઘરે ખાવાનું બનાવી રહી હતી ત્યારે રાત્રે 9-30 વાગ્યાના સુમારે તેનો પતિ અને દીકરી ઘરે આવ્યા હતા. જે બાદમાં બંનેએ તેની સાથે બોલાચાલી કરીને તેણીને માર માર્યો હતો. ઢોર મારને કારણે પીડિત મહિલાની હાલત બગડી હતી અને તેના પિયર પક્ષે તેને આનંદનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલમાં દાખલ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે આ કેસમાં IPCની કલમ 498(a), 323, 114 મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે. મહિલાનો પતિ જી.આઈ.એસ.એફમાં સિક્યુરીટી ગાર્ડ (Security Guard) તરીકે કામ કરે છે. આ કિસ્સામાં પુત્રી પર લાગેલા આક્ષેપોથી ચર્ચા જાગી છે.
First published: September 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...