Home /News /ahmedabad /PM Modi In Gujarat: નરેન્દ્ર મોદીનું દેલવાડામાં સંબોધન, કહ્યુ - ગુજરાતમાં વિકાસ દેખાય છે
PM Modi In Gujarat: નરેન્દ્ર મોદીનું દેલવાડામાં સંબોધન, કહ્યુ - ગુજરાતમાં વિકાસ દેખાય છે
મહેસાણામાં નરેન્દ્ર મોદીએ જાહેર જંગીસભાને સંબોધન કર્યુ.
Pm Modi In Gujarat: આજથી ત્રણ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે મહેસાણાના દેલવાડામાં જાહેર જંગીસભામાં સંબોધન કર્યુ હતુ. તેમાં વડાપ્રધાને વિકાસની વાતોની સાથે સાથે કોંગ્રેસ સરકાર પર આકરાં પ્રહાર કર્યા હતા.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ અમદાવાદના મેયર કિરીટ પરમારે તેમનું એરપોર્ટ પર અભિવાદન કર્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત આવ્યા બાદ 45 મિનિટ સુધી એરપોર્ટમાં રોકાયા હતા. તેમણે ગુજસેલ બિલ્ડિંગમાં અડધો કલાક સુધી મિટિંગ કરી હતી. તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
લોકોને વીજળી સાથે રૂપિયા પણ મળશે
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, ‘અમે વીજળીનું આખું ચક્ર જ બદલી નાંખ્યું છે. અગાઉ હોર્સ પાવર માટે આંદોલન કરવા પડતા હતા અને હવે વધારાની વીજળી સરકાર ખરીદશે. તમારે જરૂર હોય તેટલી વીજળી વાપરો અને બાકીની વીજળી સરકારને વેચી દો. લોકોને મફત વીજળીની સાથે રૂપિયા પણ મળશે.’
વધુમાં વડાપ્રધાન કહે છે કે, ‘આજે ગુજરાતમાં વિકાસ દેખાય રહ્યો છે. અમેરિકામાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીમાં લોકો જાય છે તેના કરતાં વધારે લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ સરદાર સાહેબના ચરણોમાં વંદન કરવા માટે આવે છે. આ નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકાર આવી એટલે જ વિકાસની ગતિ વધી ગઈ છે.’
‘ગુજરાતીઓને માથું નમાવીને આદર કરું છું’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, ‘ગયા બે દશકામાં તમે લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે ગુજરાત હિન્દુસ્તાનમાં પ્રમુખ રાજ્યોમાં સ્થાન પામ્યું છે. આ પ્રસંગે હું ગુજરાતીઓનો માથું નમાવીને આદર કરું છું. તમારા પુરુષાર્થને કારણે નવો ઇતિહાસ રચાયો.’
આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે ભાજપ પણ તમામ સીટ પર વર્ચસ્વ જમાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યાં છે.