પીએમ મોદી દહેજ પહોંચ્યા, ઓપેલ પ્લાન્ટની લીધી મુલાકાત

H
Updated: January 1, 1970, 5:30 AM IST
પીએમ મોદી દહેજ પહોંચ્યા, ઓપેલ પ્લાન્ટની લીધી મુલાકાત
બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતેથી દહેજ આવી પહોંચ્યા છે અહીં તેઓએ ઓપેલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. પ્લાન્ટના ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્લાન્ટ અંગે વિગતો મેળવી હતી.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
દહેજ #બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતેથી દહેજ આવી પહોંચ્યા છે અહીં તેઓએ ઓપેલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. પ્લાન્ટના ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્લાન્ટ અંગે વિગતો મેળવી હતી. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી, સીએમ વિજય રૂપાણી સહિત અગ્રણીઓ એમની સાથે હતા. સુરત એરપોર્ટ ખાતે પીએમ મોદીએ શું કહ્યું? જાણો સુરત ખાતેથી ખાસ હેલિકોપ્ટર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દહેજ આવી પહોચ્યા હતા. અહીં એમણે ઓએનજીસી, ગેઇલ સહિત જાહેર કંપનીઓના સંયુક્ત સાહસ એવા ઓપેલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ તેઓ ખાસ કાફલા સાથે ભરૂચ ખાતે જવા નીકળ્યા હતા. અહીં નોંધનિય છે કે, 27 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્લાન્ટ દ્વારા અંદાજિત 20 હજાર જેટલા લોકોને રોજગારી મળી રહેશે. પીસીપીઆઇઆર, રાજ્ય અને કેન્દ્ર સરકારનો આ સંયુક્ત પ્રોજેક્ટ છે.
First published: March 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर