પીએમ મોદી પહોંચ્યા મહાત્મા મંદિર, દેશની મહિલા સરપંચોને કરશે સંબોધન

H
Updated: January 1, 1970, 5:30 AM IST
પીએમ મોદી પહોંચ્યા મહાત્મા મંદિર, દેશની મહિલા સરપંચોને કરશે સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દીવ અને સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કરી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવી પહોંચ્યા છે. મહિલાઓના સ્વચ્છ શક્તિ પરના આ ખાસ કાર્યક્રમમાં તેઓ દેશની છ હજારથી વધુ મહિલાઓને સંબોધન કરશે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #વડાપ્રધાન નરેન્દ્ર મોદી દીવ અને સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કરી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવી પહોંચ્યા છે. મહિલાઓના સ્વચ્છ શક્તિ પરના આ ખાસ કાર્યક્રમમાં તેઓ દેશની છ હજારથી વધુ મહિલાઓને સંબોધન કરશે. વિશ્વ મહિલા દિવસે આજે ગાંધીનગર ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. દેશના વિવિધ ખૂણે ખૂણેથી મહિલા સરપંચો અહીં આવી છે. ગુજરાતના વિવિધ શહેરો, ગામડાઓની તેમણે મુલાકાત કરી છે અને આજે અહીં તેઓ પોતાના પ્રતિભાવ રજુ કરી રહી છે. આ મહિલાઓને પીએમ સંબોધન કરવાના છે. સ્વચ્છ શક્તિ 2017 થીમ આધારિત આ કાર્યક્રમમાં મહિલા શકિતની સાથે સ્વચ્છ શક્તિને જોડવામાં આવી છે. આ કાર્યક્રમમાં બેટી બચાવો, બેટી પઢાવોની સાથોસાથ સ્વચ્છતા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત અગ્રણી મહિલા હસ્તીઓ ઉપસ્થિત રહી છે. anandiben
First published: March 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर