દેશના લાખો યુવાનો માટે રોજગારની તકો સર્જાશે : પીએમ મોદી, જાણો મહત્વના ટોપ 10 મુદ્દા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
દેશના લાખો યુવાનો માટે રોજગારની તકો સર્જાશે : પીએમ મોદી, જાણો મહત્વના ટોપ 10 મુદ્દા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ઇન્ડસ્ટ્રીઝ મીટમાં સંબોધન કરતાં કહ્યું કે, દેશમાં બદલાવ થઇ રહ્યો છે. સરકાર જુના એક્ટમાં સુધાર કરી વિકાસના રસ્તે આગળ છે. જેનાથી દેશના લાખો યુવાનો માટે રોજગારી તકો સર્જાશે. વધુમાં એમણે ઓપેલ પ્લાન્ટને અહીંના એન્કર પ્લાન્ટ તરીકે ગણાવ્યો હતો.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
દહેજ #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ઇન્ડસ્ટ્રીઝ મીટમાં સંબોધન કરતાં કહ્યું કે, દેશમાં બદલાવ થઇ રહ્યો છે. સરકાર જુના એક્ટમાં સુધાર કરી વિકાસના રસ્તે આગળ છે. જેનાથી દેશના લાખો યુવાનો માટે રોજગારી તકો સર્જાશે. વધુમાં એમણે ઓપેલ પ્લાન્ટને અહીંના એન્કર પ્લાન્ટ તરીકે ગણાવ્યો હતો. દહેજ એક લઘુ દેશ  પીએમ મોદીએ કહ્યું કે, મને કહેતા આનંદ થાય છે કે દહેજ એક લઘુ દેશ બની ગયો છે. ભાગ્યે જ કોઇ એવો કોઇ જિલ્લો હશે કે જ્યાં આટલી ઇન્ડસ્ટ્રીઝ હોય. સમગ્ર દેશમાં અને વિશ્વમાં સદીઓથી ગુજરાતની વેપારી સોચ અને સાહસિકતા દુર સુધી સંભળાય છે. ગુજરાતની એ ઐતિહાસિકતાને ઉજાગર કરવામાં દહેજ, ભરૂચ આ ક્ષેત્રએ પણ યોગદાન આપ્યું છે.
વિકાસ મારી નજરે જોયો છે ગુજરાતના સીએમ તરીકે મારી જવાબદારી હતી તો અનેક વાર મને આ વિસ્તારમાં આવવાની તક મળી છે. વિકાસ સંબંધે વિચાર વિમર્શ કરવાની અને ગતિ આપવાનો મારો નિરંતર પ્રયાસ અને આ જગ્યાને મે બ્રિગ બાય બ્રિગ અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતાં મારી નજરે જોયો છે. 15 વર્ષની મહેનતનું પરિણામ છેલ્લા પંદર વર્ષોમાં ગુજરાત સરકારે ભગીરથ પ્રયાસ કર્યા છે. આજે એનું જ પરિણામ છે જેના પરિણામે ઔદ્યોગિક દ્રષ્ટિએ દેશમાં મહત્વપૂર્ણ સ્થાન બની ચૂક્યો છે. ગુજરાત સરકારની મહેનતનું આજ આ પરિણામ છે. દહેજ દુનિયાના ટોપ ફિફ્ટીમાં સ્થાન મેળવી શક્યું છે. વિશ્વમાં ધમાકેદાર એન્ટ્રી નોંધાવી છે. વર્ષ 2011-12માં દહેજ વર્લ્ડ રેન્કિંગમાં 23 નંબરે પહોંચ્યા હતા. આ ગુજરાતી તરીકે અને ભારતીય તરીકે ગૌરવની વાત છે. આ વિસ્તાર ગુજરાતના જ નહીં પરંતુ દેશના લાખો લોકોને રોજગારી આપવાનું કાર્ય કરે છે. 8 લાખ લોકોને રોજગારી મળશે અંદાજે 40 હજાર કરોડ કરતાં પણ વધુનું રોકાણ આ વિસ્તારમાં થયું છે. હું આપ સૌને હ્રદયથી અભિનંદન આપું છું. દહેજ અને આસપાસમાં વિકાસ કરવામાં ગુજરાત સરકારે ભારે પ્રયાસ કર્યો છે. દેશમાં ચાર પેટ્રો કેમિકલ પીસીપીઆર બનાવાશે. જેમાં દહેજનું પણ નામ હતું. જેનાથી સવા લાખ કરતાં પણ વધુ લોકોને રોજગારી મળી છે. જેમાંથી 32 હજાર તો એવા છે કે જે સીધી રીતે જોડાયલા છે. પૂર્ણ વિકસીત થયા બાદ અંદાજે 8 લાખ લોકોને રોજગારી મળવાની સંભાવના છે. ગુજરાત ઔદ્યોગિક હબ બની રહ્યું છે પેટ્રોલિયમ, કેમિકલને લીધે આર્થિત ગતિવિધિઓમાં પણ તેજી આવી છે. આજે ગુજરાત ઔદ્યોગિત સ્થળ બની ચૂક્યું છે કે જેને મેં મારી નજરે વધતું જોયું છે. જેની સાથે મારો ભાવાત્મક લગાવ છે. ઓપેલથી સર્જાશે વિકાસની કેડી ઓપેલ અહીં માટે એન્કર ઇન્ડસ્ટ્રીઝ છે. આ અેક પ્લાનટમાં 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. હું સમજું છું કે આ મોટું રોકાણ છે. આટલી મોટી રકમ લાગી છે તો આજે મધ્યમ વર્ગની આવક વધી રહી છે અને શહેરો વિકસી રહ્યા છે ત્યારે આ ક્ષેત્રે વિકાસની ઘણી તકો છે. દેશ તેજીથી આગળ વધી રહ્યો છે બે વર્ષમાં ગ્લોબલ ઇન્ડેક્શમાં ભારત 32 સ્થાન ઉપર આવ્યું છે. લોજીસ્ટીક ઇન્જેક્શમાં 2014માં 54 સ્થાન પર હતું જે 2016માં સુધાર કરી છે 35 પર આવ્યા છીએ. મેક ઇન ઇન્ડિયા આજે ભારતનો સૌથી ઇનોવેટીવ બન્યું છે. મેક ઇન ઇન્ડિયાઃ વિકાસનો પર્યાય મેક ઇન ઇન્ડિયા એક પ્રયાસ છે ભારતને મેન્યુફેકચરીંગ, ડિઝાઇનમાં મોખરે બનાવવું છે. આજે ભારત આ દિશામાં છઠ્ઠો દેશ બન્યો છે. મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં ઘણો સુધાર થયો છે. વર્ષ 2012થી 15 વચ્ચે અંદાજે 5-6 ટકાની આગળ પાછળ રહેતા હતા જે ગત વર્ષે 9 ટકાથી વધુ પહોંચ્યા છીએ. આજે ભારત વિશ્વના મોટા અર્થ વ્યવસ્થામાં તેજ ગતિથી આગળ વધતો દેશ બની ગયો છે. નોટબંધીને વિશ્વએ વખાણી વર્લ્ડ બેંકના સીઇઓએ કહ્યું કે ભારતે જે કર્યું છે એનો અન્ય દેશોએ સર્વે કરવો જોઇએ. નોબલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્રી મોહમ્મદ યુનુસે પણ વખાણ્યું છે. બ્રિટનના પ્રસિધ્ધ સમાચાર પત્રના માર્ટીન વુલ્ફે લખ્યું કે આ નિર્ણયથી પૂંજી અપરાધીઓના હાથમાંથી નીકળી સરકારના હાથમાં આવી છે. વિકાસ અને પર્યાવરણ દુશ્મન નથી બ્લેક મની અટકતાં સૌને ફાયદો થશે. ભારતના આ નિર્ણયને વિશ્વમાં સન્માનની નજરેથી જોવામાં આવી રહ્યો છે. આ છે પર્યાવરણની સુરક્ષા. મેં પહેલા પણ કહ્યું છે રે, પર્યાવરણનું ધ્યાન રાખતાં વિકાસ કરવાનો છે. વિકાસ અને પર્યાવરણ એકબીજાના દુશ્મન નથી. વિકાસ પણ થઇ શકે અને પર્યાવરણને લાભ પણ થઇ શકે છે.  
First published: March 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर