Home /News /ahmedabad /PM Modi In Mehsana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણાના મોઢેરાની મુલાકાતના પગલે વહીવટી તંત્ર ખડે પગે

PM Modi In Mehsana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણાના મોઢેરાની મુલાકાતના પગલે વહીવટી તંત્ર ખડે પગે

વડાપ્રધાન મોદી (ફાઇલ તસવીર)

PM Narendra Modi Gujarat Visit: શરદ પૂનમને દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શન કરી આશીર્વાદ મેળવશે. હાલ નક્કી થયેલા સંભવિત કાર્યક્રમ મુજબ નવમી ઓક્ટરે બપોરે 4:00 વાગે દેલવાડા ખાતે એક લાખની જનમેદની સંબોધન કરશે સાંજે 6:00 વાગે મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવશે.

વધુ જુઓ ...
આગામી વિધાનસભા ચૂંટણીને લઇને પીએમ મોદીની ગુજરાત વિઝિટ લગાતાર વધી રહી છે અને વિવિધ જગ્યાએ વિકાસ કાર્યોના લોકાર્પણ કરીને તેઓ ગુજરાતની જનતાને આડકતરો એ મેસેજ આપી રહ્યા છે કે, કેન્દ્રમાંને રાજ્યમાં ભાજપની ડબલ એન્જીન સરકાર હશે તો રાજ્યનો વિકાસ થશે અને રાજ્યમાં પ્રગતિ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 9મી ઓક્ટોબરે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વડાપ્રધાનના પ્રવાસને લઈને વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રવિવારે સાંજે ચાર વાગ્યે બહુચરાજી તાલુકાના દેલવાડા ખાતે જનસભા અને સંબોધન કરશે. ત્યારબાદ મોઢેશ્વરી માતાના મોઢેરા ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવી અને વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે વડાપ્રધાનના આ સંભવિત કાર્યક્રમને લઈને મહેસાણા કલેક્ટર દ્વારા 32 જેટલી કમિટીઓની રચના કરી દેવામાં આવી છે. જોકે આ અંગે વડાપ્રધાન કાર્યાલય દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો- એક સપ્તાહમાં ગરબા આયોજનમાંથી 14 વિધર્મીઓની ધરપકડ

સત્તાવાર સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર શરદ પૂનમને દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શન કરી આશીર્વાદ મેળવશે. હાલ નક્કી થયેલા સંભવિત કાર્યક્રમ મુજબ નવમી ઓક્ટરે બપોરે 4:00 વાગે દેલવાડા ખાતે એક લાખની જનમેદની સંબોધન કરશે સાંજે 6:00 વાગે મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવશે. મોઢેરા ખાતે સોલાર પાવર પ્લાન્ટ સહિતના કરોડોના વિકાસના કામોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત મોઢેરા સૂર્યમંદિર ખાતે વિશેષ લાઈટ એન્ડ સાઉન્ડ શો નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- વડોદરામાં માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત

આ માટે મહેસાણા કલેક્ટર દ્વારા 32 જેટલી કમિટીઓની રચના કરવામાં આવી છે જેમાં વડાપ્રધાનના કાર્યક્રમોને લઈને નાનામાં નાની બાબતોનું પ્લાનિંગ શરૂ કરવામાં આવ્યું છે વડાપ્રધાનના આગમનને લઈને બે જગ્યાએ ચાર હેલીપેડ બનાવવામાં આવ્યા છે જેમાં દેલવાડા ખાતે જંગી જાહેર સભા હોવાથી સિક્યુરિટી ટીમના ત્રણ હેલીપેડ બનાવવામાં આવ્યા છે જ્યારે મોઢેરા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ માટે એક હેલીપેડ બનાવવાનું આયોજન તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Narendra Modi in Gujarat, Pm modi in gujarat, PM Modi પીએમ મોદી, Pm narendra modis

विज्ञापन
विज्ञापन