Home /News /ahmedabad /PM Modi In Ahmedabad: વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચ્યા, આજે શપથવિધિમાં ભાગ લેશે

PM Modi In Ahmedabad: વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચ્યા, આજે શપથવિધિમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા - ફાઇલ તસવીર

Ahmedabad News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનો શપથ સમારોહ છે.

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનો શપથ સમારોહ છે. વડાપ્રધાનના આગમનથી કહી શકાય છે કે, આજે રાતે નવા મંત્રીમંડળના ફાઇનલ લિસ્ટ પર મહોર લાગી શકે છે. આ ઉપરાંત દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ પહોંચી ગયા છે. રસ્તામાં જતી વખતે તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

12 ડિસેમ્બરે શપથવિધિ યોજાશે


12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેવાનાં છે. ભૂપેન્દ્ર સરકારની કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જો કે, નવા મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે અને કોને જાકારો આપવામાં આવશે હજી તેની પર કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી લેશે શપથ; દિલ્હીમાં મંત્રીમંડળ પર થશે મંથન

પાંચ કલાકની બેઠકમાં મંત્રીમંડળની ચર્ચા


આપને જણાવીએ કે, ગુજરાતમાં નવી સરકારના મંત્રીમંડળ અંગે દિલ્હીમાં પણ વડાપ્રધાન મોદીના નિવાસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના ધારાસભ્ય દળના સર્વાનુમતે પસંદગી પામેલા ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. આ બેઠક પાંચ કલાક ચાલી હતી અને તેમાં નવા મંત્રીમંડળની રચના અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ PAASના પ્રચંડ વિરોધ વચ્ચે પાટીદારનો જ વિજય, હાર્દિક પટેલને મંત્રી બનાવશે?

રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો


સીએમ પદ માટે ભૂપેન્દ્ર પટેલના નામ પર માહોર લાગ્યા બાદ તેઓ રાજભવન પહોંચ્યા હતા. તેમણે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત રાજ્યનું સુકાન સંભાળવા જઇ રહ્યા છે. ભાજપની મળેલી વિધાનસભા દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કનુભાઇ દેસાઇએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેઠકમાં આ પ્રસ્તાવ પાસ થયો છે. આમ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર જાહેર થઇ છે. ફરી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે.
First published:

Tags: Ahmedabad news, Bhupendra Patel, CM Bhupendra Patel, Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022, Gujarat assembly election results, Pm modi in gujarat

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો