આગામી સમયમાં વ્યાજના દરની ગતિ ધીમી થતા જ સોનાની કિંમત સ્થિર થઈ શકે છે
આજે સોના, ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,336 રૂપિયાની સપાટીએ સ્થિર થયો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 56,228 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 49,070 રૂપિયા છે.
આગામી સમયમાં વ્યાજના દરની ગતિ ધીમી થતા જ સોનાની કિંમત સ્થિર થઈ શકે છે
આજે 24 માર્ચે સોના-ચાંદીનું માર્કેટ ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ફરીથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. આમ અત્યારે સોનાનો ભાવ 61,336 રૂપિયા પર પહોંચી ગયો છે. વાત કરવામાં આવે ચાંદીની તો ચાંદીના ભાવમાં પણ બહોળો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં અત્યારે ચાંદીનો ભાવ 71,380 રૂપિયા પર પહોંચી ગયો છે.
હવે સોનાના ભાવ વધતાં રોકાણકારો ફરીથી મુંજાયા છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં વ્યાજના દરમાં વધારો કરવાની ગતિ ધીમી કરવાના છે. જેના પરિણામે સોનાની કિંમત સ્થિર થઈ શકે છે.