Parth Patel, Ahmedabad: જો તમે સસ્તુ સોનુ ખરીદવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. છેલ્લા 3 મહિનાથી સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેથી રોકાણકારો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. જો કે આજે સોનાના ભાવમાં સામાન્ય ઉછાળો નોંધાયો છે અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. આજે શનિવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,400 રૂપિયા અને ચાંદીનો 3% જીએસટી સહિતનો લગડીનો ભાવ 71,900 રૂપિયા નોંધાયો છે.
જાણો આજના સોના-ચાંદીના ભાવ
આજે 25 માર્ચે અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,400 રૂપિયાની સપાટીએ સ્થિર થયો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 56,250 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 49,100 રૂપિયા છે. જ્યારે ચાંદીનો 3% જીએસટી સહિતનો આજનો લગડીનો ભાવ 71,900 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. આજે પણ સોના-ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે.
જ્યારે 24 માર્ચે અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,336 રૂપિયાની સપાટીએ સ્થિર થયો હતો. તથા 22 કેરેટ સોનાના ઘરેણાંની કિંમત 56,228 રૂપિયા અને 18 કેરેટ સોનાના ઘરેણાની કિંમત 49,070 રૂપિયા હતી. જ્યારે ચાંદીનો 3% જીએસટી સહિતનો લગડીનો ભાવ 71,380 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો.
આજે 25 માર્ચે સોના-ચાંદીનું માર્કેટ ખુલતાની સાથે જ સોનાના ભાવમાં સામાન્ય ઉછાળો નોંધાયો છે. આમ અત્યારે સોનાનો ભાવ 61,400 રૂપિયા પર પહોંચી ગયો છે. વાત કરવામાં આવે ચાંદીની તો ચાંદીના ભાવમાં બહોળો ઉછાળો નોંધાયો છે. જેમાં અત્યારે ચાંદીનો ભાવ 71,900 રૂપિયા પર પહોંચી ગયો છે. આમ સોના-ચાંદીના ભાવનું માર્કેટ નરમ-ગરમ જોવા મળી રહ્યું છે.
સોનાના ભાવ રાતોરાત વધવા-ઘટવા પાછળ વૈશ્વિક કારણો જવાબદાર છે
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સોનાના ભાવ રાતોરાત વધવા-ઘટવા પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર છે. તદુપરાંત શેર માર્કેટની ઉથલ-પાથલ, સટ્ટાખોરી, ફુગાવો, મંદી સહિત વૈશ્વિક સ્તરે અવિશ્વાસ અસ્થિરતાનો માહોલ બરકરાર હોવાનું સોના-ચાંદીના જાણકારોએ દર્શાવ્યું છે.