Parth Patel, Ahmedabad: છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે થોડા સમયથી સોના અને ચાંદીના ભાવમાં ક્યારેક ઘટાડો તો ક્યારેક વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આજે સોનાના ભાવમાં 1810 રૂપિયા જેટલો ધરખમ ઉછાળો આવ્યો છે. જેમાં આજનો સોનાનો ભાવ 61,550 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ 70,350 રૂપિયા છે.
જાણો આજના સોનાના ભાવ
અત્યારે સોનાનો ભાવ 61 હજારને પાર પહોંચી ગયું છે. ત્યારે અમદાવાદમાં આજે શનિવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,550 રૂપિયાની સપાટીએ સ્થિર થયો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 56,415 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 49,234 રૂપિયા છે. ચાંદીનો 3% જીએસટી સહિતનો આજનો લગડીનો ભાવ 70,350 રૂપિયા છે.
જ્યારે ગઈકાલની વાત કરીએ તો શુક્રવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 59,740 રૂપિયાની સપાટીએ સ્થિર થયો હતો. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 54,765 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 47,792 રૂપિયા હતી. જ્યારે ચાંદીનો 3% જીએસટી સહિતનો લગડીનો ભાવ 68,495 રૂપિયા હતો.
આજે 18 માર્ચે સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે હવે સોનાના ભાવ વધતાં રાકાણકારો ફરી મુંજાયા છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં વ્યાજના દરમાં વધારો કરવાની ગતિ ધીમી કરવાના છે. જેના પરિણામે સોનાની કિંમત સ્થિર થઈ શકે છે.