રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે

News18 Gujarati
Updated: October 8, 2019, 3:16 PM IST
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે
રામનાથ કોવિંદ (ફાઇલ તસવીર)

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે મુલાકાત કરશે.

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે પણ મુલાકાત કરશે.

મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ 12મી ઓક્ટોબરના રોજ રાત્રે 8:30 વાગ્યે ગુજરાત આવી પહોંચશે. આગમનના દિવસે રાષ્ટ્રપતિ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ગાંધીનગર ખાતે જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ કોબા ખાતે આવેલા જૈન મંદિરની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિના આગમનના પગલે તેમના સ્વાગત માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે આ પહેલા ગત વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ બે વખત ગુજરાતના પ્રવાસે આવી ચુક્યા છે. આ દરમિયાન તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટિ, કચ્છ અને સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત 2017માં પણ તેઓ સોમનાથની મુલાકાત લઈ ચુક્યા છે.

આ પણ વાંચો : PM મોદીએ જન્મદિવસે માતા હીરાબાના આશીર્વાદ લીધા, સાથે ભોજન લીધું

રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદે ન હતા ત્યારે પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે. 2016ના વર્ષમાં તેઓ બિહારના રાજ્યપાલ હતા ત્યારે પણ તેઓ ગુજરાતની મુલાકાત આવ્યા હતા. 2006માં સોમનાથ મંદિર ખાતે યોજાયેલા અખિલ ભારતીય સમાજની રાષ્ટ્રીય કારોબારીમાં પણ તેઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત 2012માં જૂનાગઢ ખાતે અક્ષર મંદિરે યોજાયેલા એક સમારંભમાં તેઓ હાજર રહી ચુક્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ન હતા ત્યારે તેઓ ગોંડલ, બગોદરા, સુરેન્દ્રનગર શહેરની મુલાકાત લઈ ચુક્યા છે.
First published: October 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...