ગુજરાતના 13 પોલીસ, 1 ફાયર અને 4 હોમગાર્ડ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે

News18 Gujarati
Updated: August 14, 2019, 2:05 PM IST
ગુજરાતના 13 પોલીસ, 1 ફાયર અને 4 હોમગાર્ડ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાંથી એક માત્ર મહિલા કર્મચારીનું રાષ્ટ્રપતિ મેડલથી સન્માન કરવામાં આવશે

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ આવતી કાલે 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ છે. ત્યારે દેશ માટે આગવું યોગદાન આપવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે વિવિધ મેડલ આપીને સન્માન કરાશે. આવતી કાલે થનારા સન્માન કાર્યક્રમમાં સન્માનીત થનારા કર્મચારીઓની યાદી બહાર પાડી છે જેમાં દેશભરના કુલ 946 પોલીસ કર્માચીરઓનું સન્માન કરવામાં આવશે. જેમાં ગુજરાતના 13 પોલીસ કર્મચારીઓનું સન્માન કરવાાં આવશે. ગુજરાતના શ્રેષ્ઠ પોલીસ કામગીરી (President's Police medal (PPM) for Distinguished service) માટે 1, પ્રશંસનીય કામગીરી ( Police medal (PM) for Meritorious Service)માટે 12 પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત 1 ફાયર જવાન અને હોમગાર્ડના 4 જવાનોનું પણ સન્માન કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર પોલીસ ભવનમાં સીઆઇડી ઇન્ટેલિજન્સ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શૌલેષ દેવીપ્રસાદ રાવલને શ્રેષ્ઠ પોલીસ કામગીરી માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

પ્રસંશનિય કામગીરી માટે 12 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે જેમની યાદી આ પ્રમાણે છે.

1- શબીર અલી સૈયદ કાઝી, DySP, કચ્છ ગાંધીધાન
2- રજનિકાન્ત લાખાભા સોલંકી, DySP, પેટલાદ ડિવિજન, આણંદ
3- ભરતસિંહ જાડેજા, DySP, આણંદ ડિવિજન, આણંદ
Loading...

4- આકાશ મનહરભાઇ પટેલ, Asst. પોલીસ કમિશ્નર, ટ્રાફિક બી ડિવિજન, અમદાવાદ
5- પીયુષ પ્રાગજીભાઇ પિરોજિયા, DySP, વેસ્ટર્ન રેલવે અમદાવાદ
6- પ્રતિપસિંહ અજીતસિંહ ઝાલા, DySP,ARMED DySP, પાલિતાણા, ભાવનગર
7- મુકેશચંદ્ર મણીલાલ પટેલ, DySP, ચેલા, જામનગર
8- નેરશકુમાર રનાજી સુધાર, PSI પોલીસ ભવન, ગાંધીનગર
9- લલિતકુમાર રતનાભાઇ મકવાણા, PSI,M.T.O, M.T બ્રાન્ચ, વલસાડ
10- પ્રતાપજી સુખાજી ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ
11-સત્યપાલસિંહ મોહબતસિંહ તોમર, હેડ કોન્સ્ટેબલ, ક્રાઇમ બ્રાન્ચ, સુરત શહેર
12-ચેતનસિંહ નટવરસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ

શ્રેષ્ઠ ફાયર કામગીરી માટે (Fire Service Medal for Meritorious Service)

- પ્રતાપસિંહ સજ્જનસિંહ દેવડા

હોમ કાર્ડ અને સિવિલ ડિફેન્સમાં પ્રસંશનિય સેવા આપવા માટે
(Home Guard & Civil Defence Medal for Meritorious Service)

1- સચિનકુમાર નારણભાઇ ભગત
2- ઇન્દ્રસિંહ નવલસિંહ રાણા
3- પ્રફૂલભાઇ વિરજીભાઇ શિરોયા
4- શારદા પરષોત્તમ ડાભી
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...